Gujarat

પટેલ સમાજ દ્વારા અનોખી રીતે ખોડલધામ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી… જુઓ તસવીરો…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો આસ્થાવાન છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવી ની સૌથી વધુ આસ્થા ભગવાન સાથે જોડાયેલી છે. વ્યક્તિ જયારે પણ નિરાશ થઇ જાય કે જયારે પણ ખુશ હોઈ ત્યારે તે સૌથી પહેલું ભગવાનને જ યાદ કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ પુથ્વી ઘણી વિશાળ છે અને અનેક જીવ આ પૃથ્વી પર વસે છે. તેવામાં આ દુનિયાને ચલાવનાર અદ્દભુત શક્તિ ને સૌ કોઈ પૂજા કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર સંસાર ને ચલાવનાર શક્તિ એક જ છે પરંતુ લોકો તેમને જુદા જુદા સ્વરૂપમાં પૂજે છે. તેવામાં આપણે જાણીશું કે કઈ રીતે કોરોના વચ્ચે પણ પટેલ સમાજ દ્વારા ખોડલધામ પાટોત્સવ ની અદભુત ઉજવણી કરવામાં આવી કે જેણે લોકોને મિશાલ આપી છે. મિત્રો જણાવી દઈએ કે જામનગર માં આવેલ વિભાપર ગામમાં આવેલા ખોડલધામ કાગવડને હાલ પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તેથી લેઉઆ પટેલ સમાજ દ્વારા આ પંચવર્ષીય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ માટે પટેલ જ્ઞાતિ બંધુઓ દ્વારા ખોડલધામ પાટોત્સવ ની ઉજવણી માટે અને માતાજીને વંદન કરવા માટે પોતાના ઘરે અલગ અલગ અને ઘણી જ સુંદર રંગોળીઓ બનાવવામાં આવી અને વિવિધ કલાકૃતિઓ સાથે માતાજીને યાદ કર્યા જો કે જ્ઞાતિ બંધુઓ દ્વારા પાટોત્સવ ની ઉજવણીમાં ઘણી સાવચેતી પણ રાખવામાં આવી. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપનો દેશ અને સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. તેવામાં કોરોનાની ગાડલાઇન ને અનુસરીને આ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

આ માટે તમામ લોકો પાટોત્સવ ની ઉજવણી માટે એકઠા થવાને બદલે વર્ચ્યુઅલ રીતે એક બીજા સાથે જોડાયા હતા તેવામાં લોકોને જાગૃક કરવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે પણ પૂરતી કાળજી લેવામાં આવી હતી. જણાવી દઈએ કે આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!