“ફાધર્સ ડે” ના દીવસે કીંજલ દવેએ પિતા માટે કરી ભાવુક પોસ્ટ અને ફોટા સાથે લખ્યુ કે ” થાક ઘણો…
આજે ફાધર્સ ડે છે, ત્યારે દરેક વ્યક્તિઓએ પોતાના પિતા સાથેની લાગણીઓ વ્યક્ત કરી છે, ત્યારે ગુજરાતી કલાકારો એ પણ પોતાના પિતા સાથેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર છે. ચાહકો કે પણ આ તમામ વાતો ખૂબ જ ગમી રહી છે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, “ફાધર્સ ડે” ના દીવસે કીંજલ દવેએ પિતા માટે કરી ભાવુક પોસ્ટ અને ફોટા સાથે જે લખ્યું એ તમારા હદયને સ્પર્શી જશે.
આપણા જીવનમાં પપ્પા જ એક એવું પાત્ર છે, જે આપણને અઢળક વ્હાલ અને પ્રેમ કરે છે પરંતુ પપ્પાનો પ્રેમ ક્યારેય દેખાતો જ નથી અને આપણે જોઈએ છે માત્ર તેમનો ગુસ્સો અને નકારાત્મક સ્વભાવને, જેથી આપણે આપણા મનમાં પપ્પાના પ્રેમ ને બદલે ડરને વસાવી લીધો. એવું નથી કે પપ્પા થી ડરવું ના જોઈએ, એ તો આપણો બાપ છે, જેમ ભગવાન જગતનો બાપ છે એમજ! આપણા જીવનના ભગવાન તો આપણા પપ્પા છે, કોઈપણ ઈચ્છા કે સપનાને પળભરમાં પુરા કરી દે છે!
આવી જ રીતે દરેક વ્યક્તિની પોતાના પિતા સાથેની લાગણી હોય છે, ત્યારે કિંજલ પોતાના પિતા સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે, થાક ઘણો હતો ચહેરા ઉપર પણ અમારી ખુશીઓ માટે મેં પરિશ્રમ કરતા જોયા છે ;ઊંઘ ઘણી હતી પણ ચિંતામાં જાગતા જોયા છે ;તકલીફો તો ચારે બાજુ હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે ;વ્યક્તિ એક પણ વિશેષતાઓ અનેક એવા પિતા સ્વરૂપે મેં સર્જનહાર ને જોયા છે.
પપ્પા તમને અને તમારા વિચારોને સમજવું ક્યારેક થોડું અઘરું છે પણ એટલું જરૂર કહીશ કે ,આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર છો તમેહિંમત નો દરિયો અને ક્રોધ નું ઝાડ છો તમેડગલે પગલે શિખામણ આપતા લાગો મારી માં છો તમેમારા રક્ષણ માટેની સલામત વાડછોતમે#happyfathersdaytoalldads કિંજલ દવેની આ પોસ્ટ પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે.ખરેખર આજનો દિવસ દરેક પિતા સાથેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, ત્યારે તમામ ગુજરાતી કલાકારોને આ તક ને જતી ન કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.