ગુજરાત ના આ ડોક્ટર હતા ભગવાન નુ રુપ ! એક વખત લાદેને પણ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે કરોડો ની ઓફર…
ગુજરાતના એક એવા ડોકટર જેને લોકો ભગવાન સમાન ગણતા હતા.સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવતા એચ.એલ. ત્રિવેદી વિદેશમાં મેડિકલની ધિકતી પ્રેક્ટિસ છોડી ગુજરાત આવીને વસ્યા હતા. વર્ષ 2019માં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા ડૉ. ત્રિવેદીએ પોતાનું આખું જીવન કિડનીના રોગનો ભોગ બનેલા દર્દીઓની સેવામાં વિતાવ્યું હતું.ખાસ વાત એ કે, તેઓ વિશ્વમાં કિડની ટ્રાંનસપ્લાન્ટનાં સ્પેશિયાલિસ્ટ ડોકટર હતા.હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનું નામ પડે અને કિડનના રોગોથી પીડાતા દર્દીઓને જાણે હાશકારો થાય.

વિદેશની ધીકતી કમાણી છોડી દઈ, વતનમાં આવી વર્લ્ડક્લાસ હોસ્પિટલની સ્થાપના કરી એવા ડોકટરના જીવન વિશે આપણે જાણીએ. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચરાડવા ગામના વતની હતાં. તેમનો જન્મ તા.૩૧ ઑગસ્ટ, ૧૯૩૨ રોજ થયો હતો.શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી.

તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે નામના મેળવી.ડો. એચ. એલ. ત્રિવેદી નેફ્રોલોજિસ્ટ હતા, 40 વર્ષના સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં.અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી અમેરિકામાં નેફ્રોલોજિસ્ટ બન્યા પછી કેનેડા ગયા હતા. અઢળક કમાણી છોડી વતન પાછા ફરી 1981માં કિડની હોસ્પિટલ સ્થાપી હતી. 2015માં ડો. ત્રિવેદીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

કિડની હોસ્પિટલમાં અત્યાર સુધી 5618 કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, 318 લિવર ટ્રાન્સપ્લાન્ટેશન, 453 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. ખાસ વાત એ કે, ડો. ત્રિવેદીએ પોતાની શરત પર મક્કમ રહી બિન લાદેનનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કર્યુ. વાત જાણે એમ હતી કે, અલ કાયદાના વડા ઇચ્છે છે કે, તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ત્રિવેદી સાહેબ જ કરે. ડૉ. ત્રિવેદીએ જવાબમાં કહ્યું હતું કે, ઓપરેશન કરવામાં વાંધો નથી, પણ આ માટે તેમની બે શરત છે.

પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે અને બીજી શરત એ કે ભારત સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર બંધ કરવાનું વચન આપે.બિન લાદેને તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ડો.ત્રિવેદીનો સંપર્ક કરીને કરોડો રૂપિયાની ઓફર કરી હતી પણ તેમણે નાં સ્વિકારી તેમણે જીવનના અંત સુધી દર્દીઓની સેવા જ કરી.
