સગાઈ તૂટયા બાદ પેહલી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કિંજલ દવેએ ! તસ્વીર શેર કરી લખ્યું ‘જિંદગી તમને….
હાલના સમયમાં આખા ગુજરાતભરમાં ભારે ચર્ચિત થઇ રહેલ સમાચાર તમે સામ્ભલ્યા જ હશે જે કિંજલ દવે સાથે સંકળાયેલા છે. આમ તો તમે મીડિયા અથવા તો સોશિયલ મીડિયામાં એ વાતથી જાણકાર થઇ જ ગયા હશો કે ગુજરાતી પ્રખ્યાત ગાયક એવી કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. 5 વર્ષ પેહલા પવન જોશી સાથે થયેલ આ કલાકારની સગાઈ તૂટી ગઈ છે, આ સમાચાર મળતાની સાથે જ ગાયિકાના ચાહકો પણ ચોકી જ ગયા હતા.
સગાઈ તૂટવા પાછળનું શું કારણ છે તે અંગે તો કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કિંજલ દવેની સાટા પ્રથા અનુસાર પવન જોશી સાથે સગાઈ થઇ હતી. સાટા પ્રથા અનુસાર જ કિંજલ દવેના ભાઈની સગાઈ પવન જોશીની બહેન સાથે થઇ હતી એવામાં પવન જોશીની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા સાટા પદ્ધતિ અનુસાર કિંજલ દવે એ પણ પવન જોશી સાથેની સગાઈ તોડી નાખી હતી.
આ સમાચાર આખા ગુજરાતની અંદર ખુબ ચર્ચિત થઇ રહ્યા છે, અમુક એહવાલો અનુસાર જાણવા મળ્યું છે કે સગાઈ તૂટતાં જ પવન જોશીએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું હતું. એવામાં હાલ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈ તૂટયા બાદ અનેક પોસ્ટ તથા સ્ટોરી અપલોડ કરી છે જેના પર તેના ચાહકો પણ ખુબ વધારે પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સગાઈ તૂટયા બાદ કિંજલ દવે તેના પવન જોશી સાથેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી હતી.
હાલ કિંજલ દવેએ પોતાની પેહલી પોસ્ટ શેર કરી છે જેમાં તેણે કેપશનમાં લખ્યું છે કે જિંદગી તમને જ્યા પણ રોપે, ખીલો આકર્ષક રીતે,શુભ સવાર. આ પોસ્ટ પર હજારો ચાહકોએ અનોખી અનોખી પ્રતિક્રિયા આપી હતી અને સાથો સાથ તસ્વીર પર ખુબ પ્રેમ પણ વરસાવ્યો હતો.ગાયિકાએ પોતાનો એક તસ્વીર પર શેર કરી હતી જેમાં તેણે હિન્દીમાં એક સારો એવો થોટ પણ લખેલ હતો.