Gujarat

પાટણના લોક ડાયરામાં ગીતાબેન રબારી પર કિંજલ દવે ઢગલાબંધ રૂપિયા ઉડાવ્યા, બધા જોતા જ રહી ગયા,,,,જુઓ વિડીયો

હાલમાં જ પાટણ ખાતે ગૌ શાળાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં અનેક ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારોએ હાજરી આપી હતી. આ લોક ડાયરામાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે, ભાગ્યે જ પહેલીવાર લોક ડાયરામાં જોવા મળ્યું હોય. આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો હોય છે પરંતુ પાટણમાં યોજાયેલ લોક ડાયરામાં કિંજલ દવે અને તેમના પિતા લલિત દવેએ સાથે મળીને કિંજલ દવે પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારી અને કિંજલ દવે બંને ગુજરાતના લોકપ્રિય ગાયિકા છે અને આ બંન્ને કલાકાર મનુ રબારીના ગીત દ્વારા ગુજરાતી દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું. બંને એક બીજાના પૂરક હોવા છતાં પણ બન્ને ગાયિકા વચ્ચે અતૂટ મિત્રતા છે અને સૌથી ખાસ વાત એ છે કે આ બંને કલાકાર વચ્ચે લોકપ્રિયતાની હરિફાઈ નથી થઇ.

કલાકાર પોતાની કલા દ્વારા જ લોકોના હૈયામાં ખાસ જગ્યા બનાવે છે, જેથી ખરેખર ગીતાબેન રબારી અને કિંજલ દવેની મિત્રતા એક મિશાલ છે. વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે ગીતાબેન રબારીએ કિંજલ દવેના કુળદેવી માં ચહેરનું ગીત ગાયું અને સૌ કોઈને માં ચહેરની ભક્તિમાં લિન કર્યા, આ ગીત ગુંજતા જ કિંજલ દવે અને તેમના પિતા લલિત દવેએ 50 અને 100 ની નોટના બંડલ લઇને ગીતાબેન રબારી પર ઉડાવ્યા અને સ્ટેજ આખું છલોછલ થઇ ગયું. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વારયલ થઇ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!