Entertainment

વિદેશ પ્રવાસ બાદ ઘરે આવતાની સાથે જ કીંજલ દવેએ નવા ઘરનુ માટલી મહુતઁ કર્યુ ! જાણો કોનુ છે આ નવુ ઘર….

હાલમાં સોશિયલ મીડિયામાં કિંજલ દવેની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી હતી કારણ કે કિંજલ દવે દુબઇમાં ફરવા ગઈ હતી અને આપણે જાણીએ છે કે, તેની સાથે ભાવિ પતી પવન જોશી અને કિંજલનો ભાઈ આકાશ પણ તેમની સાથે જ હતો.

હાલમાં તેઓ પોતાની દુબઈની ટુર પુરી કરીને ફરીથી ગુજરાત પાછા આવી ગયા છે, ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કિંજલ દવેની તસ્વીરો વાયરલ થઈ રહી છે.તમે આ તસવીરો જોઈ હશે, જેમાં કિંજલ દવે નવા ઘરનું માટલી પૂજન કરી રહી છે. આ તમામ તસ્વીરો કિંજલનાં પિતા લલિત દવે એ સોશિયલ મીડિયામાં શેર કરી છે. ત્યારે તમને પણ વિચાર આવતો હશે કે, આખરે આ નવું ઘર કોનું છે. તો આ તમામ પ્રશ્નો જવાબ અમે આપને આપીશું કે, આખરે આ કોનું ઘર છે, જેનું માટલી પૂજન કિંજલ દવે કર્યું. આ તમામ તસ્વીરોમાં કિંજલ દવેના પરિવારનાં તમામ લોકો હાજર હતા.

દુબઈથી આવ્યા પછી આ તમામ તસ્વીરો વાયરલ થઈ ગઇ છે. બસ દરેક લોકો એજ વિચારી રહ્યા છે કે, આખરે આ નવું ઘર કોનું છે જેની પૂજા વિધિ કિંજલ દવે કરી. આ તસ્વીરોમાં કિંજલ દવે માટલી પકડીને ઉભી છે, અને તેના ચહેરાનું સ્મિત જોઈને આપમેળે તમારા ચહેરા પર ખુશીઓ આવી જાય. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ઘર કોનું છે અને એ વ્યક્તિ સાથે કિંજલ દવેનો શું સંબંધ છે.

 

કિંજલનાં પિતા લલિત દવે પણ સોશિયલ મીડિયા ખૂબ ઉ એક્ટિવ રહે છે અને તેમને સોશિયલ મીડિયામાં આ માટલી મુહૂર્તની તસ્વીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્ત ની શુભકામનાઓ માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહર ના ચરણો માં પ્રાર્થના અને મારા દીલથી વંદન.જય ચેહર સરકાર જેસંગપુરા. આ પરથી કહી શકાય કે લલિતભાઈના ભાઈએ આ ઘર લીધુ અને જેનું માટલી પૂજન કિંજલનાં હસ્તે કરવામાં આવ્યું.

ખરેખર તમામ તસ્વીરોમાં જોઇ શકો છો કે, કિંજલ દવેના પરિવારનાં તમામ સભ્યો ઉપસ્થિત છે અને આ માટલી પૂજનમાં કિંજલનાં ભાવિ પતિ પવન જોશીએ એ ખાસ હાજરી આપી હતી. તમે પણ જાણી ચુક્યા હશો કે, આ ઘર કિનજલના કાકા નું છે અને તેનું પૂજનનો લ્હાવો કિંજલને પોતાના હસ્તે મળ્યો હતો. ખરેખર હાલના તો સોશિયલ મીડિયામાં આ જ તસ્વીરો વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!