લગ્નની સીઝનમાં ધૂમ મચાવી દે તેવું ગીત કિંજલ દવેએ યુટ્યુબ પર લોન્ચ કર્યું !! ગીત એટલું સુંદર કે તમને ખુબ પસંદ આવશે..જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલાં ખુબ જ ચર્ચા છે, કારણ કે હાલમાં જ કિંજલ દવેએ પોતાનું નવું ગીત લોન્ચ કર્યું છે, બે જ દિવસમાં આ ગીતને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. ચાલો આ બ્લોગ દ્વારા આપણે વધુ માહિતી જાણીએ. આપણે જાણીએ છે કે ફરી એકવાર લગ્નની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં લગ્નની ઉજવણીનો ઉત્સાહ ખૂબ જ ઉંચો છે. આ શુભ પ્રસંગો પર ગુજરાતી લોકપ્રિય ગાયક કિંજલ દવેએ તેમનું નવું ગીત “જાન લઇને” રિલીઝ કર્યું છે. ગીત રિલીઝ થયાના થોડા દિવસોમાં જ 131,859 વ્યુઝ મેળવી ચુક્યું છે.
આ ગીત વિષે વધુ માહિતી જાણીએ તો આ ગીતના ગાયક: કિંજલ દવે, નિર્માતા: લલિત દવે, ગીતકાર: મહેન્દ્ર, સંગીત: વિવેક રાવ, ધ્રુવિન મેવાડા, અભિનેતા: આકાશ પંડ્યા, પ્રોજેક્ટ મેનેજર: આકાશ દવે. લેબલ: કેડી ડિજિટલ છે. તમામ લોકોના સહયોગથી આ ગીત લોન્ચ થયું છે, હાલમાં સૌ ગુજરાતીઓને આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે. હાલમાં કોઈપણ લગ્નના ડીજે આ સોન્ગ તો જરૂર વાગશે કારણ કે કિંજલ દવેનો મધુર અવાજ અને ગીતના સુંદર સંગીત લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
લગ્નની શાહીમાં ‘જાન લઇને’ ગીત ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ ગીત તમારા લગ્ન સમારંભમાં ખુશી અને ઉત્સાહનો ઉમેરો કરશે. આ ગીત તમેYouTube, Spotify, JioSaavn Gaana પર પણ સાંભળી શકો છો: નીચે આપેલ લિંક દ્વારા તમે આ ગીત સાંભળી શકો છો અને આ ગીત સાંભળ્યા પછી તમારો મંતવ્ય પણ કોમેન્ટમાં જણાવજો. આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવેના ગીતો ગુજરાતીઓને ખુબ જ પસંદ આવે છે, કિંજલ દવેએ ચાર ચાર બંગડી ગીતથી ગુજરાતમાં અને દેશ-વિદેશમાં નામના મેળવી અને આજે વિશ્વમાં કિંજલ દવેના નામનો ડંકો વાગી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.