નવરાત્રીની ધુમ વચ્ચે માઠા સમાચાર ! કિંજલ દવે હવે નહીં ગાઇ શકે પોતાનું જ આ ફેમસ ગીત..જાણો વિગતે
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો અલગ અલગ શહેર મા ધુમ મચાવી રહ્યા છે. ખાસ કરી ને કોરોનાના બાદ આ વર્ષે મોટા આયોજન નો થયા હતા તેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગીતાબેન , કીંજલ દવે , કિર્તીદાન ગઢવી જેવા કલાકારો ની બોલબાલા રહી છે ત્યારે હાલ જ એક કીંજલ દવે ના ફેન્સ માટે એક માઠા સામાચાર મળી રહ્યા છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો news 18 gujarati ના એક અહેવાલ મુજબ ફેમસ સોંગ ” ચાર ચાર બંગડી વાળી ” ગીત ગાવા ઉપર સિટી સિવિલ કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. આ ગીતની વાત કરવા મા આવે તો આ ગીત બાદ કીંજલ દેવ ગુજરાત ભર મા ફેમસ થયા હતા અને લાખો લોકો એ આ ગીત જોયું હતુ ત્યારે બાદ આ ગીત એક વિવાદ મા આવ્યુ.
આ ગીત નો વિવાદ છેલ્લા ઘણા વર્ષો થી ચાલ્યો આવે છે 20 ડિસેમ્બર 2016થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ગીત અપલોડ કરતા લોકપ્રિય થઇ ગયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડે દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.
કાર્તિક પટેલ આરોપ લગાવ્યો હતો અને કે, કિંજલ દવેએ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી છે. જ્યારે આ અંગે કિંજલ દવેને નોટિસ મોકલી હતી. 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. કોર્ટે નોંધ્યુ કે, કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત પહેલા અપલોડ કર્યુ હતું.
ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ-આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ના વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.