Entertainment

કિંજલ દવે ભાવી પતિ પવન જોશી સાથે દુબઈ પ્રવાસે! આપ્યા રોમેન્ટિક પોઝ…

આપણે જાણીએ છે કે, હાલમાં જ અમે આપને ખબર આપી હતી કે, કિંજલ દવે તેના થનાર પતિ પવન જોશી અને આકાશ સાથે દુબઈમાં પ્રવાસે ગઈ છે. સોશિયલ મીડિયામાં તેમને દુબઈ જવાની તમામ માહિતીઓ શેર કરી હતી. અમે જેમ આપને કહ્યું હતું કે, અમે આપને આ દુબઈ ટ્રીપ વિશે માહિતી આપતા રહીશુ. તમે જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ કિંજલ અને પવન દુબઈમાં રોમાન્સ કરતા જોવા મળ્યા છે અને આ રોમાન્ટિક તસ્વીરો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી છે.

આપણે જાણીએ છે કે, કિંજલ દવે અવારનવાર પોતાના થનાર પતિ સાથે વારંવાર દેશ અને વિદેશના પ્રવાસે જાય છે.ત્યારે ફરી એકવાર કિંજલ દવે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ દુબઇ ફરવા માટે ગઈ છે. તમામ પળે પળની ખબર તેને સોશિયલ મીડિયામાં આપતી રહે છે. જેથી કરીને તેમના ચાહક વર્ગ ને તેમની પળે પળ ની ખબર મળતી રહે છે. જ્યારે હાલમાં જ કિંજલ પવન સાથે ગુજરાતનાં કચ્છ ઉત્સવમાં ગઈ હતી. આવી તો અનેક યાફી છે, જેમાં કિંજલ એ પવન સાથે ફરવા ગઈ હોય. આપણે જાણીએ છે કે, પવન એ કિંજલ નો બાળપણ નો મિત્ર છે, તેમની જ્યારે સગાઈ થયેલ ત્યારે તેમનાં ગામડે ખૂબ જ સાદગી રીતે ઉજવી હતી.

હવે તો આ બંનેના લગ્નની રાહ જોઇને તેમના ચાહકો ઉભયા જ હશે.અમે આપને જણાવીએ કે, કિંજલ અને પવન સાથે ઉર્વશી રાદડિયા પણ છે અને કિનજલનો ભાઈ આકાશ પણ તેમની સાથે જ આ ટીપ પર ગયા છે. આ તમામ લોકોએ પોતાની ટ્રીપમી પળેપળની ખબર ઇન્સ્ટા સ્ટોરી અને ફોટોઝ અપલોડ કરીને આપી છે.

હજુ તો આ લોકોના સફરની શરૂઆત છે, ત્યારે હવે તો આ લોકો દુબઈની સફરમાં અનેક ગણી મોજ મસ્તી કરી રહ્યા છે, ત્યારે બંને એ અતિ રોમાન્ટિક પોઝ આપીને પોતાની તસ્વીરો અપલોડ કરી છે. આ તસવીરોમાં તેમના ચાહકો અને કલાકારોએ ખૂબ જ વખાણ કર્યા છે

આપણે જાણીએ છે કે, પવન અને કિંજલનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. બંને એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહે છે. જ્યાર થી સગાઈ થઈ છે, ત્યારે પવન કિંજલ સાથે દરેક પ્રોગામમાં કે કોઈપણ પ્રકારની ટ્રીપમાં સાથે જ જોવા મળે છે.

દુબઇની ટ્રીપમાં તેમને બંનેની આ તસવીરો સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હજુ તો આ શરૂઆત છે, આ સિવાય સોશિયલ મીડિયામાં અનેક તસ્વીરો પોસ્ટ કરતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!