Entertainment

કિંજલ દવે એ વિજય વિલાસ પેલેસ ની મુલાકાત લીધી જુવો સુંદર તસવીરો…

ગુજરાતી કલાકારો અને ગાયક કલાકારો સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, તેમજ સોશિયલ મીડિયામાં તેમની અંગત લાઈફ સ્ટાઈલ વિશેની દરેક પળો શેર કરે છે. ત્યારે આજે અમે આપને ગુજરાતી સિંગર કિંજલ પટેલની ખાસ તસ્વીરો લઈને આવ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં ગુજરાતી ફિલ્મો અને લોકગીતોમાં કિંજલનું નામ ખૂબ જ મોખરે છે. કિંજલ પોતાની લાઈફ સ્ટાઇલ વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, ત્યારે હાલમાં જ તેમને વિજય વિલાસ પેલેસની ખાસ તસ્વીરો શેર કરી છે.

આપણે જાણીએ છે કે, કિંજલ દવે ને, ફરવાનો ખૂબ જ શોખ છે, હાલમાં ત તેના થનાર પતિ એટલે કે પવન જોશી સાથે રણ ઉત્સવમાં ગયેલ ત્યારે પણ તેને સોશિયલ મીડિયામાં તસ્વીરો શેર કરી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત કિંજલ દવે વિજય વિલાસ પેલેસ ની મુલાકાત લીધી અને આ વિજય વિલાસમાં  ખૂબ જ શાનદાર રીતે ફોટોશૂટ કરાવેલ છે. આ તસવીરો જોઈને તમે વિચારમાં પડી જશે કે, કિંજલ દવેની સુંદરતા ને લીધે  વીજય વિલાસ પેલેસ અતિ સોહામણું લાગી રહ્યું છે કે, વિજય વિલાસનાં લીધે કિંજલ.

ચાલો અમે આપને જણાવીએ કે, વિજય વિલાસ પેલેસની ખાસિયત શું છે? કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરનાં કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્‍થાપત્‍ય શૈલીની ઝલક જોવા મળે છે.

લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્‌ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્‌ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે.આ મહેલને વર્તમાન સમયમાં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!