આવી રીતે ઉજવણી કરવામા આવી કીંજલ દવેના ભાવી પતિ પવન જોષી ના જન્મ દિવસ ની ! જુવો ખાસ તસવીરો
હાલમાં સોશિયલ મીડિયામાં કિંજલ દવે અને પવન જોશોની તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો છે પવન જોશીમાં 25માં જન્મદિવસની છે. તમને જાણીને આશ્ચય થશે કે પવન જોશીનો જન્મ દિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે.
આ સરપ્રાઈઝ બદલ પવન જોશી એ સોશિયલ મીડિયા દ્વારા કિંજલ દવે માટે ખાસ સંદેશ લખ્યો છે. જેના વિશે અમે આપને આ બ્લોગમાં જણાવીશું. આ વાત જાણીને તમે પણ કહેશો કે પ્રેમ હોય તો આવો જ!
જ્યાર થી કિંજલ અને પવન જોશીની સગાઈ થઇ છે, ત્યાર થી બંને હંમેશા સાથે જોવા મળે છે અને અવારનવાર બંને વિદેશ પ્રવાસમાં પણ સાથે ગયા છે. હાલમાં જ કિંજલ અને પવન પોતાની સગાઈની વર્ષગાંઠ ઉજવી હતી અને એ પહેલાં પવન કિજલના 23માં જન્મદિવસની ખાસ પાર્ટી આપી હતી. હવે ગઈકાલનાં રોજ ખૂબ જ શાનદાર રીતે કિંજલ એ તેના ભાવિ પતિને સરપ્રાઈઝ આપી. આ જન્મદિવસની ઉજવણી તેમના પરિવારજનો સાથે કરવામાં આવી છે.
પવન જોશીએ પોસ્ટ મુકતાની સાથે જ કેપશનમાં ખૂબ જ હદયસ્પર્શી વાત કરી છે. પવન જોશીએ લખ્યું છે કે,આવી અદ્ભુત જન્મદિવસની પાર્ટી આપવા બદલ કિંજલ તારો ખૂબ ખૂબ આભાર મને જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર મા દરેક વ્યક્તિનો આભાર માનવા માટે માત્ર એક સેકન્ડ ફાળવવા માંગુ છું. તમારી શુભેચ્છાઓ એટલી હ્રદયસ્પર્શી હતી, જેને મારા જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો. આભાર! આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ.
આ જન્મદિવસની પાર્ટીમાં કિંજલએ બ્લેક રંગનું આઉટફિટ પહેર્યું હતું, જ્યારે પવન જોશી એ વાઈટ શર્ટ અને ડેમીન જીન્સ પહેર્યું હતું. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને ખાસ વાત કે બર્થ ડે સેલિબ્રેશનની થીમ ગોલ્ડન અને બ્લુ રાખવામાં આવી હતી. ખરેખર જ્યારે તમે આ તસ્વીરો જોશો ત્યારે કિજલના વખાણ કરશો કે, તેને પોતાના ભાવિ પતિને આટલી શાનદાર બર્થ ડે પાર્ટી આપી.