આજે કીંજલ દવે નો જન્મ દિવસ ! આ જગ્યા એ રૂ. 171000 રુપીયાનું દાન કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી….જુઓ તસવીરો
આજ રોજ ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેનો જન્મ દિવસ છે, ત્યારે આજે પોતાના જન્મ દિવસની કિંજલ દવેએ ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરી છે. આપણે જાણીએ છે કે, દરેક સેલિબ્રેટીઓ પોતાના જન્મ દિવસમાં પાર્ટી કરતા હોય છે અને માત્ર ખોટી રીતે પૈસા ખર્ચ કરે છે પરંતુ કિંજલ દવેએ ખૂબ જ અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, કિંજલ દવેએ પોતાના 24માં જન્મ દિવસ નિમિત્તે અનાવાડા ગામ માટે હરિ ઓમ ગૌશાળા ની 24 ગૌ માતાઑને એક વર્ષ માટે દત્તક લઈને રૂ. ૧૭૧૦૦૦ રૂનું દાન ગૌશાળામાં અપર્ણ કર્યું છે. ખરેખર આ નિર્ણય ખૂબ જ સરાહાનિય છે તેમજ લોકો માટે પણ પ્રેરણાદાયી છે કારણ કે, આ રીતે ભાગ્યે જ કોઈ પોતાના જન્મ દિવસ નિમિત્તે આવું સદ્દકાર્ય કરતું હશે. કિંજલ દવેએ જે કાર્ય કર્યું તેના પરથી આપણે પણ જન્મદિવસ નિમિત્તે ફૂલ નહી તો ફૂલની પાંખડી જરૂરથી સદ્દકાર્યમાં અપર્ણ કરવી જોઈએ.
સૌથી ખાસ વાત એ છે કે,કિંજલ દવેના જન્મદિવસની ઉજવણી પણ ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે કરવામાં આવી છે, સોશિયલ મીડિયામાં શેર કરેલ તસવીરો દ્વારા જોઇ શકો છો કે, કિંજલ દવેએ પોતાના પિતા લલિત દવે સાથે પોતાની તસવીરો શેર કરી છે અને આ તસવીરોમાં બાપ-દીકરી ખૂબ જ પ્રેમાળ લાગી રહ્યાં છે.
હાલમાં જ કિંજલના પિતાએ થાર ખરીદીને અને હવે દીકરીના જન્મ દિવસ નિમિત્તે લાખો રૂપિયાનું દાન કર્યું, ત્યારે સૌ કોઈ આ કાર્યના વખાણ કરી રહ્યાં છે,
આપણે જાણીએ છે કે, હાલમાં દરેક લોકપ્રિય કલકારથી લઈને તમામ ચાહકોએ કિંજલ દવેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. હાલમાં માત્ર સોશિયલ મીડિયામાં કિંજલ દવેએ જે ગાયો માટે જે દાન કર્યું છે, તેની જ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે, કિંજલ પહેલી એવી ગાયક કલાકાર છે જેને પોતાના જન્મ દિવસ નિમિત્તે ગૌમાતાને દત્તક લીધી હોય.