કિંજલ દવેએ હરખભેર સાથે મહાકાળી માંના દર્શન કર્યા! સગાઈ તૂટયા બાદ પહેલીવાર કિંજલ દવે પાવાગઢ પહોંચ્યા…., જુઓ તસવીરો..
કિંજલની અને પવનની સગાઈ તુટયાબાદ પહેલીવાર કિંજલ દવે જાહેરમાં દેખાઈ છે. હાલમાં ચારો તરફ આ વાતની ચર્ચાઓ થઇ રહી છે. આપણે જાણીએ છે કે,સાટા લગ્નની પ્રથાને કિંજલ અને પવનને આ;અલગ થવું પડ્યું છે અને કિંજલએ પણ આ વાતને સ્વીકારીને આગળ વધી ચુકી છે. હાલમાં જ પાવાગઢ ખાતે મહાકાળીમાંના દર્શન કર્યા છે.
તમે પણ વિચારશો કે, કિંજલ દવે પાવાગઢ શા માટે ગઈ ? પાવાગઢ આવવાનો ઉદ્દેશ્ય જણાવતા કિંજલે કહ્યું હતું કે ગુજરાત ટુરિઝમ દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવાઈ રહી છે તેના ભાગરૂપે તે અહીં આવી છે. તેણે આ ડોક્યુમેન્ટરીનો પોતે ભાગ હોવા પર ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કિંજલ દવે પોતાની સગાઈ તૂટ્યા પછી પહેલી વખત જાહેરમાં દેખાઈ છે.
કિંજલ દવેએ આજે પાવગઢ ખાતે મહાકાળી માતાજીના સામે શીશ ઝુકાવ્યું હતું. તેણે આ અંગે કહ્યું કે તે ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી અને તેના કારણે તે માતાજીના મંદિરે દર્શન માટે આવી શકી તે તેનું સૌભાગ્ય છે. તેણે કહ્યું કે, મારા માટે અહીં દર્શન કરવાની તક મળવી એ અહોભાગ્ય છે. માતાજીના આશિર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી છે.
કિંજલે આ સગાઈ તૂટ્યા પછી સોશ્યલ મીડિયા પરથી પવન સાથેના તમામ ફોટોઝ દૂર કરી દીધા હતા. હાલમાં જ તેણે સગાઈ તૂટ્યાા પછી પહેલી પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, જીંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે, સુભ સવાર.
ખરેખર કિંજલ દવેની આ વાત સાચી છે કે, આ જીવન એવું બીજ છે કે, કે ક્યારે ક્યાં રોપાઇ જઈએ એ ખબર નથી હોતી. કિંજલ દવે પોતાના જીવનમાં આગળ વધીને તેનું પૂરતું ધ્યાન કામ પર આપી રહી છે.