કિંજલ દવેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ! એવુ તો શું છે આ વિડીયોમાં? જુઓ વિડીયો
કિંજલની અને પવનની સગાઈ તુટયાબાદ પહેલીવાર કિંજલ દવે જાહેરમાં દેખાઈ હતી. આપણે જાણીએ છે કે,સાટા લગ્નની પ્રથાને કિંજલ અને પવનને આ;અલગ થવું પડ્યું છે અને કિંજલએ પણ આ વાતને સ્વીકારીને આગળ વધી ચુકી છે. હાલમાં જ પાવાગઢ ખાતે મહાકાળીમાંના દર્શન કર્યા હતા.
પાવાગઢ આવવાનો ઉદ્દેશ્ય જણાવતા કિંજલે કહ્યું હતું કે ગુજરાત ટુરિઝમ દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવાઈ રહી છે તેના ભાગરૂપે તે અહીં આવી છે. તેણે આ ડોક્યુમેન્ટરીનો પોતે ભાગ હોવા પર ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કિંજલ દવે પોતાની સગાઈ તૂટ્યા પછી પહેલી વખત જાહેરમાં દેખાઈ છે.
કિંજલ દવેએ આજે પાવગઢ ખાતે મહાકાળી માતાજીના સામે શીશ ઝુકાવ્યું હતું. તેણે આ અંગે કહ્યું કે તે ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી અને તેના કારણે તે માતાજીના મંદિરે દર્શન માટે આવી શકી તે તેનું સૌભાગ્ય છે. તેણે કહ્યું કે, મારા માટે અહીં દર્શન કરવાની તક મળવી એ અહોભાગ્ય છે. માતાજીના આશિર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી છે.
પાવાગઢના જ સાનિધ્યમાં કિંજલ દવેએ માં મહાકાળીમાંની આરાધના કરતા ગરબો ગાયો હતો. કાલે ચૈત્રી નવરાત્રીના શુભ અવસરે આ રીલ્સ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ ખુબ જ વાયરલ થઇ હતી. ખરેખર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે કારણ કે કિંજલ દવેએ પોતાના સ્વરમાં માતાજીનો ખુબ જ પ્રસિદ્ધ ગરબો ગાયો છે, આ રીલ્સ શેર કરતા કિંજલ દવેએ લખ્યું હતું. માં દુર્ગા, માં અંબે, માં જગદંબે, માં ભવાની, માં શીતલા,માં વૈષ્ણો, માં ચંડિકા, દેવી માં પૂર્ણ કરો સૌની દરેક મનોકામના.ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભેચ્છા
વાયરલ વિડીયોમાં કિંજલ દવેએ પોતાના સ્વરમાં મહાકાળીમાંનો ગરબો ગાયો છે, પટ રાજાએ મોલ ચડી જોયું, માંને રમતા જોઈને મન મોહ્યું, લાગ્યો એને નેડલો પછી જાલ્યો એને માનો છેડલો રે પછી ક્રોધે ચડ્યા માં, માં તું પાવાની પટરાણી ભવાની કાળકા ભવાની માં રે લોલ. ખરેખર કિંજલ દવે જે સ્વરમાં આ ગરબો ગાયો છે એ દરેક ભક્તોને માંની ભક્તિમાં લિન કરી દેશે,
View this post on Instagram