અમેરીકા મા કિર્તીદાન ગઢવી એ રમઝટ બોલાવી દિધી ! ડોલરનો વરસાદ થયો જોવો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ” ખરેખર આ વાત સત્ય પણ છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે ભારતની બહાર કોઈપણ ખૂણે જાઓ તમને ગુજરાતી સાથે ભેટો અવશ્ય થશે. એ વિદેશ ની ભૂમિકા આપણું ગુજરાતીપણું એવું ને એવું જ અંખડ છે. આપણે જાણીએ છે કે અહીંયા ની જેમ ત્યાં ગરબા અને ભજન તેમજ ડાયરની રમઝટ બોલાઈ છે. ત્યારે હાલમાં જ કીર્તિદાન ગઢવી જે કાર્યક્રમ કરેલો એમાં ડોલરો જો વરસાદ થયેલ
ખરેખર ગુજરાતનાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી પર આપણે રૂપિયાનો વરસાદ તો જોયો જ છે,પરંતુ આ પૈસાનો વરસાદ જોઈને ખરેખર ગર્વ અનુભવ લેવાની વાત થાય કે, આ છે તેમની કળા અને વ્યક્તિત્વ નો પ્રેમ કે વિદેશની ભૂમિમાં લોકો તેમને ચાહે છે. ત્યારે આનાથી વિશેષ બીજું શું હોય.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઉડ્યા છે. કિર્તીદાન ગઢવીએ હાલ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે.
હાલમાં જ USAના એક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી છે. ત્યારે કિર્તીદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કિર્તીદાન ચાલું વર્ષે નવરાત્રી USAની ભૂમિ પર સતત અલગ અલગ સીટીમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે,ખરેખર આ ગુજરાતિઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે.