કિર્તીદાન ગઢવી ને પહેલા શો મા મળ્યા હતા માત્ર આટલા રુપીઆ ! ડાયરા મા જુના દિવસો યાદ કરતા જણાવી એવી વાત કે…
આપણા ગુજરાતમાં લોકપ્રિય ગાયક કલાકારો ની યાદીમાં સૌથી પહેલું નામ કિર્તીદાન ગઢવી નું આપો એક સામાન્ય વ્યક્તિમાંથી આજે તેઓ ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાની ગાયકીને લીધે વિશ્વવિખ્યાત થઈ ગયા છે. આજે તેઓ એક એક પ્રોગ્રામ પરથી લાખો રૂપિયાની ફી વસૂલ કરે છે પરંતુ ક્યારેક તમે શું વિચાર્યું છે કે, કિર્તીદાન ગઢવી ની કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ હતી અને તેને પોતાના પહેલા કાર્યક્રમ માટે કેટલા રૂપિયા મળ્યા હશે સ્વાભાવિક છે.
આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં આવ્યો જ હશે આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે કિર્તીદાન ગઢવીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને તેમને પહેલા ડાયરાના કેટલા રૂપિયા મળ્યા હતા. કિર્તીદાન ગઢવી ની કારકિર્દી વિશે જાણી એ પહેલા આપણે થોડું તેમના જીવન વિશે જાણી લઈએ.કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23 ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો. તેમને 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો.
બાદમાં વર્ષ 1995 માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના “સા , રે , ગ , મ , પ” શીખ્યા હતા. ત્યારબાદ તેમને ગાયકી ક્ષેત્રે આગળ વધ્યા હતા.હાલમાં જ વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ 2022 માં કીર્તિ દાન ગઢવીએ પોતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
કિર્તીદાન ગઢવીએ પોતાના ચાહક ઘનની સામે જણાવ્યું હતું કે તેમના જીવનની પ્રથમ કારગીલની શરૂઆત એક ગાયક કલાકાર તરીકે શૈલેષભાઈ જાણીને લીધે થઈ હતી તેમને જણાવ્યું હતું કે એકવાર એક એવી તારીખ આવી કે ત્યારે કોઈ પણ કલાકાર મળતું ન હતું તેથી મારા રાજકોટમાં રહેતા મારા મિત્ર કરી મની શૈલેષભાઈએ ફોન કર્યો અને કહ્યું તે કોઈ કલાકાર હોય તો મને કે એક સમયમાં ત્યારે હું ગાલીદ ગામમાં હતો ત્યારે શૈલેષભાઈ એ ને કહ્યું કે એ કિર્તીદાન ગઢવી નામનો કલાકાર છે અને સારું ગાય છે.
બસ ત્યાર પછી તે શૈલેષભાઈ એ મારો સંપર્ક કર્યો અને આયોજકો સાથે વાત કરાવી અને એ સમય દરમિયાન જ મને એક ગાયક કલાકાર તરીકે 1100 રૂપિયા મળ્યા હતા તે સમયમાં મને ભજન સાથે ભજન મને જે જેવું લાગતું હતું પરંતુ જ્યારે શૈલેષભાઈ પૂછ્યું કે ભજન ગાતા આવડે છે, ત્યારે મેં કહ્યું હતું કે હું પ્રયત્ન કરી શકો છો અને બસ એ પ્રયત્ન પછી એવો ફળ્યો કે ત્યારબાદ મને એક પછી એક કાર્યક્રમ અને 1100 પછી 2000, 5000 એમ મને ફ્રી મળતી રહી અને બસ પછી તો સૌ ચાહકો ના આશીર્વાદ થી એ 1100 ની સફર આજે ૧૧ લાખ સુધી પહોંચી ગઈ છે અને એના સાથે શૈલેષભાઈ જાની છે. આ માહિતી અમે સંક્ષિપ્તમાં આપી છે, આ બ્લોગ સાથેના વીડિયોમાં તમે કીર્તિદાન ગઢવીના મુખેથી જ તેમની કારકિર્દી વિશે જાણી શકો છો.
