Gujarat

કીર્તિ પટેલ અને કોમલનાં વચ્ચે થયેલ મારપીટ અને ડ્રગ્સનાં વિવાદમાં આવ્યો એક નવો વળાંક, બંને સાથે મળીને….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કીર્તિ પટેલ અવારનવાર ચર્ચાનો વિષય અને વિવાદ બને છે. અનેક વખત તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચુકેલી છે, ત્યારે હાલમાં ફરી એક ખબર આવેલી છે કે, હાલમાં જ થોડા દિવસો પહેલા કીર્તિ પટેલે ફરિયાદી કોમલ પંચાલ પર ડ્રગ્સ સેવનનો ગંભીર આરોપ મુક્યો હતો. બંન્ને પણે એકબીજાના પર ડ્રગ્સ લેતા હોવાના આરોપો મુકવામાં આવ્યા હતા.

ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ફરિયાદ કીર્તિ પટેલ વિરુદ્ધ કોમલ પંચાલે કરી હતી મારપીટની ફરિયાદ ડ્રગ્સ માફિયાઓએ સામે ચાલીને સુત્રધાર બનીને સમાધાન કરાવ્યુ હોવાની ચર્ચા થઈ રહી છે પરંતુ કીર્તિ પટેલે કર્ણાવતી ક્લબ પાસેના એક ટી સ્ટોલ પર કોમલ ઉપર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ફરિયાદ બાદ બંન્ને પણે એકબીજાના પર ડ્રગ્સનુ સેવન કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. મારપીટથી શરૂ થયેલી આ બબાલનો રેલો ડ્રગ્સ સુધી પહોંચતા અંતે ડ્રગ્સ માફિયા પોતાનું નામ બહાર આવવાની બીકે બંન્ને યુવતીઓ વચ્ચે સમાધાન કરાવવા મેદાને ઉતર્યા હતા.સંદેશે ડ્રગ્સ માફિયા સુત્રધાર બન્યા અંગેનો અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. જે સાચો સાબીત થયો હતો. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં કોમલ પંચાલ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે .

કીર્તિ પટેલે શેર કરેલા આ વીડિયોમાં તેની સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ પણ જોવા મળી રહ્યાં છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અંતે ડ્રગ્સ માફિયાઓએ બંન્ને વચ્ચે સમાધાન કરીને ભીનું સંકેલી લીધું છે.વીડિયોના લોકેશન ટ્રેસ કરીને કીર્તિની ધરપકડ કરવાને બદલે પોલીસ તમાસો જોતી રહી. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ બબાલમાં ગુજરાતના ડ્રગ્સ માફિયા, જમીન માફિયા અને ગુનાહિત પ્રવૃત્તિ આચનાર શખસો વચ્ચે પડ્યા હોવાથી પોલીસે તપાસ ના કરી ભીનું સંકેલી લીધું હોવાનું જાણ્યા મળ્યું છે. જેના કારણે પોલીસ પણ શંકાના ઘેરામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!