Gujarat

કીર્તિદાન ગઢવી અને તેનો પરિવાર પહોંચ્યો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ મા ! જુઓ તસ્વીરો

શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ચારોતરફ આ મહોત્સવને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ મહોત્સવની મુલાકાત માટે દેશ વિદેશથી હરિ ભક્તો આવે છે. હાલમાં જ અનેક ગુજરાતી કલાકારોએ આ મહોત્સવની મુલાકાત લીધી છે, ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય સિંગર કીર્તિદાન ગઢવીએ પણ આ મહોત્સવની મુલાકાત લીધી છે.

આપણે જાણીએ છે કે, પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે. રોજ અવનવા કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગઈ કાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંધ્યા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ ભજન કીર્તનના કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય પ્રમુખ નગરીમાં જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ અને રાજભા ગઢવી તેમજ ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીએ કીર્તન ભજન કીર્તનથી ભક્તોને સ્વામિનારાયણની ભક્તિમાં લીન કર્યા હતા. લોક કલાકારો દ્વારા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની ભૂમિકા અને તેમના પ્રદાનોનેકાર્યક્રમની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન રાજભા ગઢવીએ સૌ કોઈ હરિભક્તોને પ્રમુખ સ્વામીની ભક્તિમાં લીન કર્યા હતા અને સૌ કલાકારોની સાથો-સાથ કીર્તિદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા અને કિર્તીદાન ગઢવીએ પોતાની પત્ની સોનલ બેન અને પુત્ર રાગ સાથે પ્રમુખ સ્વામી નગર નિહાળ્યું હતું અને સ્વામી સાથે વાર્તાલાપ કર્યો હતો અને આ તમામ યાદગાર ક્ષણો તેમને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

કીર્તિદાન ગઢવી આ પ્રમુખ સ્વામી નગર જોઈને ખુબ જ ખુશ થયા હતા અને એક દિવ્ય અનુભૂતિ કરી હતી. એમાં પણ સંધ્યા રાત્રીએ કીર્તિદાન ગઢવીએ પોતાના સ્વરમાં સ્વામિનારાયણ ભગવાનના કીર્તન ગાઈને હરિ ભકતોને ભક્તિમાં લીન કર્યા હતાં. દરેક લોકોએ આ સ્વર્ગ સમાન આ નગરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ કારણ કે આવો મહોત્સવ ક્યારેય ઉજવાયો નથી અને ભવિષ્યમાં ઉજવાશે પણ નહીં તેથી એકવાર આ મહોત્સવનો લ્હાવો જરૂરથી લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!