Entertainment

કિર્તીદાન ગઢવી ને પરીવાર તરફથી શાનદાર બર્થડે ગીફ્ટ ! આટલા લાખ ની કીંમતી કાર પરીવારે…

આપણે જાણીએ છે કે, બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ એક બીજાને ભેટો આપતા હોય છે. જરૂર નથી કે માત્ર છોકરાઓ જ ચોકરીઓને ગિફ્ટ આપે. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલકાર કિર્તીદાન ગઢવીનાજન્મ દિવસને ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો.આ વાત આપણે સૌ જાણીએ છીએ કારણ કે, તેમણે પોતાના જન્મ દિવસની તસવીરો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી હતી અને ગુજરાત ના તમામ કલાકારોએ અને તેમના ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કહેવાય છે ને કે,જન્મદિવસ છે સૌથી યાદગાર દિવસ હોય છે.અને આ દિવસ ને વર્ષો સુધી યાદગાર બનાવવા માટે પરિવારજનો તેને ખાસ બનાવી દે છે. કિર્તીદાન ગઢવીના પત્નીએ પણ કીર્તિદાન ગઢવીના જન્મદિવસ પર એક ખૂબ જ ખાસ ભેટ આપી છે.ચાલો અમે આપને આ ભેટ વિશે જણાવીએ.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતી લોક ગાયક કલાકારો એ ખૂબ જ કિંમતી કાર ખરીદી છે. હવે આ લિસ્ટમાં કિર્તીદાન ગઢવીનું નામ પણ ઉમેરાયું છે.તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે કિર્તીદાન ગઢવી ના જન્મદિવસ પર તેમના પરિવારે ખૂબ જ કિંમતી અને આલીશાન કાર ભેટમાં આપી છે. આ કારની કિંમત અંદાજિત 98 લાખ ની આસપાસ છે.અને આ કાર ટોયોટા કંપની ની છે.આ કારનો રંગ સફેદ કલરનો છે અને દેખાવમાં પણ ખૂબ જ અત્યંત સુંદર છે

આ કારનું સ્વાગત કિર્તીદાનના પરિવારે પૂજા સાથે કર્યું હતું.જેમાં તેમને માતા તેમના પત્ની સોનલબેન પુત્ર કૃષ્ણ અને રાગ હાજર રહ્યા હતા. કારનું સ્વાગત પણ ખૂબ જ શાનદાર રીતે કર્યું હતું. આ પળની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જ્યારે આ વાતની ખબર તેમના ચાહકોને પડી ત્યારે સૌ ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કિર્તીદાન ગઢવી નું જીવન ખૂબ જ વૈભવશાળી છે અને તેમની પાસે અનેક કિંમતી અનેં આલીશાન કાર છે જેમાં હવે વધુ એક કિંમતી કાર ઉમેરાય છે.

હાલમાં ગુજરાતી કલાકારો ની વાત કરીએ તો કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, કાજલ મહેરીયા, ગમન સાંથલ અને હવે કિર્તીદાન ગઢવી એ હાલમાં જ ખૂબ જ કીમતી અને કાર ખરીદી છે.ત્યારે તમામ ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે આ સિવાય ગુજરાતી કલાકારો ગાયક કલાકારો તેમને કાર ખરીદવા બદલ શુભેચ્છા પાઠવી હતી. કીર્તિદાન ગઢવીની કાર વિશે વધુ જાણીએ તો. આ કાર અત્યંત આધુનિક મોર્ડનયુક્ત સુવિધા છે. આ કાર બિઝનેસ કલાસ જેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!