ગુજરાતીના ઘરમાં ગુજરાતી કલાકારોનો વટ પડશે ભાઈ! કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને સાંઇરામ દવે અનંત અને રાધિકાના લગ્નમાં આપશે હાજરી…જાણો વિગતે
અંબાણી પરિવારના યુવાન પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ભવ્ય લગ્નમાં ગુજરાતના લોકપ્રિય કલાકારો રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી અને સાંઇ રામ દવેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ત્રણેય કલાકારો તેમની પ્રસ્તુતિ દ્વારા આ લગ્ન સમારોહને યાદગાર બનાવી દેશે. ખરેખર ગુજરાતીઓ તરીકે આપણને સૌને ગૌરવ થાય અને આ ખુશીની વાત કહેવાય.
રાજભા ગઢવી ગુજરાતના લોક સાહિત્યના દિગ્ગજ કલાકાર છે. તેમના ભજનો અને ગીતો ખુબ જ લોકપ્રિય છે. અંબાણી પરિવારના આ ખાસ પ્રસંગે રાજભા ગઢવી લોક સાહિત્ય અને ભજનોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેશે.
કિર્તીદાન ગઢવી ગુજરાતના એક પ્રખ્યાત લોક ગાયક છે. તેમના ગીતો ખુબ જ જીવંત અને ઉત્સાહી હોય છે. લગ્નના આનંદદાયક માહોલમાં કિર્તીદાન ગઢવીના ગીતો સૌ મહેમાનોને ખુશ કરી દેશે.
સાંઇ રામ દવે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર છે. તેમના હાસ્યરસથી ભરપુર કલાકારી સૌને હસાવી દેશે અને લગ્નનો આનંદ બમણો કરી દેશે.
આ ઉપરાંત, ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ આ લગ્નમાં ગરબા રાસની રમઝટ પાડી ચુકી છે. તેમના ગીતો અને નૃત્યથી સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું.
અંબાણી પરિવારે ગુજરાતના આ કલાકારોને આમંત્રણ આપીને તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ દર્શાવ્યો છે. આ કલાકારોની પ્રસ્તુતિ નિશ્ચિત પણે આ લગ્ન સમારોહને ખાસ બનાવી દેશે.
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે અંબાણી પરિવારનો આ છેલ્લો પ્રસંગ છે અને મુકેશ અંબાણીએ દિકરાના લગ્નને ખૂબ જ ધામધૂમથી કરશે કારણ કે અનંત તેમનો લાડકવાયો દીકરો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.