Gujarat

કિર્તીદાન ગઢવીનો આજે જન્મ દિવસ ! જુવો જન્મ દિવસ ઉજવણીની ખાસ તસવીરો જેમા જીતુભાઈ વાઘાણી સહીતના નેતાઓ

ગુજરતના આજે અનેક કલાકરો છે જે દેશ વિદેશ મા પ્રોગ્રામ કરી ના સ્ટેજ ગજવે છે જેમા ના ગઢવી ને કોણ નથી જાણતું સુરાના સમ્રાટ કિર્તીદાન ગઢવી નો આજે જન્મદિવસ છે. ગુજરાતના ટોપ કલાકારોમાં લિસ્ટ માં નામ ધરાવતા કિર્તીદાન ગઢવી જીવનમાં સંઘર્ષ કરીને આજે આ મુકામ પર પહોંચ્યા છે ત્યારે આજે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેની અમુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના રોજ થયો હતો તેઓએ પોતાના જીવનના ના 46 વર્ષ પૂર્ણ કર્યા છે. 47 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ગુજરાતી સંગીત પ્રત્યે તેઓનુ અનોખુ યોગદાન રહ્યુ છે. તેઓ અને ગીતો આપ્યા છે આ ઉપરાંત તેઓએ હિન્દી ગીતો પણ ગાયેલા છે અત્યાર સુધીમાં તેઓએ અમેરિકા સહિત અનેક દેશોમાં પ્રોગ્રામ કર્યા છે અને ડાયરો સ્ટેજ પ્રોગ્રામ વગેરે કાર્યક્રમો કરેલા છે.

કીર્તિદાન અંગત જીવન પર વાત કરીએ તો ગઢવીનો જન્મ અને ઉછેર ગુજરાતના આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાનને બી.આઈ. મહંત અને રાજેશ કેલકરની આગેવાની હેઠળ , એમએસ યુનિવર્સિટી , વડોદરાની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીતમાં બીપીએ અને એમપીએ પ્રાપ્ત કર્યા. 2015 માં જામનગર , ગુજરાત ખાતે ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યૂ કર્યું હતું જેણે રૂ 4.5 કરોડ એકત્ર કર્યા હતા “લાડકી”, “નગર મેં જોગી આયા” અને “ગોરી રાધા ને કાલો કાન” તેમના લોકપ્રિય ગીતોમાં સામેલ છે.તેમને યુ.એસ.માં “વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન , યુએસએના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. પરિવારમાં તેમના બે દીકરાઓ અને પત્ની સાથે આજે આ આલીશાન ઘરમાં જ રહે છે.

જો જન્મ દિવસ ની ઉજવણી ની વાત કરવામા આવે તો કિર્તીદાન ગઢવી એ સોસિયલ મીડીયા પર એક વિડીઓ શેર કર્યો હતો જેમા ગુજરાત ના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી , અલ્પેશ ઠાકોર , વરુણ પટેલ સહીત ના જાણીતા ચહેરા જોવા મળી રહ્યા છે અને કીર્તિૠદાન ગઢવી પોતાના જન્મ દિવસ ની કેક કટ કરી ને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ મીની પાર્ટી મા જાણીતા ચહેરાઓ એ કીર્તિદાન ગઢવી ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!