ચારણ સમાજ નું અપમાન કારણ વ્યક્તિ વિશે કિર્તીદાન ગઢવી એ કહ્યું કે, ઘરબેઠાં વિડીયો દ્વારા માંફી માંગી લઈ યોગ્ય નથી, તેને તો….જાણો વિગતે
સમાજના મંચ પરથી બેહૂદી રીતે કોઈ સમાજને તકલીફ પડે તે રીતે બિનજવાબદારીથી વ્યક્તિગત અપાયેલ નિવેદન ખૂબ જ દુઃખદની લાગણી અનુભવી રહ્યા છે ચારણ સમાજ ત્યારે અનેક કલાકારો અને મહાનુભાવો એ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે કિર્તીદાન ગઢવી પણ પોતાનું નિવેદન આપ્યું છે, ચાલો અમે આપને જણાવીએ કે કિર્તીદાન ગઢવી શું નિવેદન આપ્યું છે.
કિર્તીદાન ગઢવી એ કહ્યું કે, તળાજાની વાતથી હું બહુ દુઃખી થયો છું. જે સમાજ સાથે આદિ અનાદી થી નાતો છે, આદિ થી આવડ સુધી અહીં નાગના જે વંશજો. સમાજના જાહેર પ્રોગ્રામમાં આવું બોલે માત્ર ઇ ચારણ સમાજ નહી પણ ઘણા સમાજ માટે બોલ્યા. ચારણ સમાજે અઢારે વરણને આપ્યું છે. અઢારે વરણની કુળદેવી ચારણ જોગમાઈ રહી છે. જ્યારે જ્યારે તમે ઇતિહાસના પાના ઉલટાવશો ચારણ મોખરે છે અને ચારણે આહિરોનો ઇતિહાસ મોખરે રાખ્યો છે. ચારણે કોઈ વરણ પાસેથી લીધું નથી. આવી ટિપ્પણી બદલ આપણે આખા આહીર સમાજને દોષ ન દઈ શકીએ.
મારી ચારણ અને કલાકાર તરીકે વિનંતી છે કે, જે રીતે તે સમાજના જાહેર મંચમાં વ્યક્તવ્ય આપ્યું છે, તો જ્યાં આહીર સમાજનું જાહેર સભારંભ હોય ત્યાં જ માંફી માગે , ઘર બેઠાં વિડીયો દ્વારા માંફી માગી લે તે યોગ્ય નથી. આ વ્યક્તિગત મામલો છે, તેમાં આહીર સમાજને દોષી ન ઠેરવી શકાય તેવું ભીખુદાન ગઢવી પણ બોલ્યા છે. હાલમાં આ બનાવ દિવસેને દિવસે વધુ ચર્ચામાં છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બનાવનો અંત કઈ રીતે આવે છે.
