Gujarat

આ કારણે કિર્તીદાન ગઢવી 16 વર્ષ બાદ રાજકોટ છોડી અમદાવાદમાં રહેવા ચાલ્યા ગયા, કારણ જાણીને આંચકો લાગશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતનાં અનેક લોકપ્રિય કલાકારો ગુજરાત છોડીને મોટેભાગના કલાકારો મુંબઈમાં રહે છે અને બાકીના કલાકારોની દુનિયા અમદાવાદમાં છે. હાલમાં જ એક ચોંકાવનારી અને આશ્ચયજનક વાત સામે આવી છે. ગુજરાતનાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી રાજકોટ સાથેનો 16 વર્ષનો સંબંધ છોડીને હવે અમદાવાદ રહેવા ચાલ્યા ગયા છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કીર્તિદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમદાવાદ આવી ગયા છે. અમદાવાદ જવાનું કારણ એ છે કે, તેમને અમદાવાદથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બને તે હેતુસર તેઓ રાજકોટથી શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી અહીં છે એટલે અહીંથી કામ કરવું સરળ પડે તેમ છે. રાજકોટની સરખામણીમાં અમદાવાદથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ પડે છે.

કીર્તિદાન ગઢવીએ કહ્યું કે, મેં મારા જિંદગીના 16 વર્ષ રાજકોટમાં વિતાવ્યા છે. રાજકોટની સરખામણીએ અમદાવાદમાં જિંદગીની ભાગદોડ વધારે છે. હું ખરેખર સૌરાષ્ટ્ર અને રાજકોટને ત્યાંના લોકો, પ્રેમ અને ફૂડને માટે થઈને ખૂબ યાદ કરું છું. જોકે, અમદાવાદના લોકો પણ મને પ્રેમ કરે છે અને મારા જીવનમાં આવેલું આ પરિવરર્તન મને પસંદ આવી રહ્યું છે. મને જ્યારે પણ સમય મળશે ત્યારે હું રાજકોટની મુલાકાત લેતો રહીશ.

કીર્તિદાન ગઢવીનું રાજકોટ સ્થિત ઘરનું નામ ‘સ્વર’ છે. તેમને પોતાના ઘરને પણ આગવી રીતે ડિઝાઈન કર્યું છે. ખાસ વાત એ છે કે, ઘરમાં આધુનિક સુવિધાઓની સાથે અન્ય બાબતોનું જીણવટ ભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-2016માં નવા ઘરના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ સંતો-મહંતોને આર્શિવાદ માટે આમંત્રણ પાઠવ્યું હતું. કીર્તિદાન ગઢવીનું આ ઘર રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. હાલમાં તેઓ અમદાવાદ પરિવાર સાથે રહેવા ચાલ્યા ગયા છે.

સૌથી ખાસ વાત એ છે કે, હાલમાં ટૂંક સમયમાં કીર્તિદાન ગઢવી પ્રી-નવરાત્રી કોન્સર્ટ માટે યુએસ જવાના છે પણ નવરાત્રી વખતે અમદાવાદ આવી જશે. પહેલીવાર કીર્તિદાન ગઢવી નવરાત્રીની ઉજવણી અમદાવાદમાં કરવાના છે. જે બાદ તેઓ યુએસ, કેનેડા અને યુકેની ટૂર પર જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!