Gujarat

કીર્તિ પટેલ ફરી પોલીસને હવાલે! આ વખતે કર્યો એવો કાંડ કે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ, જાણો શું છે વિવાદ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કીર્તિ પટેલ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. હાલમાં ફરી એકવાર કીર્તિ પટેલ એવો કાંડ કર્યો છે કે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ પોલીસે 2 કાર પણ જપ્ત કરી છે.

સમગ્ર બનાવ અંગે જાણીએ તો કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. જેથી કરીને યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. આ બનાવમાં મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર પણ કબજે કરી છે.  ધમકી આપી હતી. જેથી કરીને યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. આ બનાવમાં મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર પણ કબજે કરી છે.

આપણે જાણીએ છે કે, આ પહેલા પણ કીર્તિ પટેલને જૂની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપીને સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી. આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

હાલમાં આ બનાવ અંગે ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચાનો વિષય બની છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે આ બનાવ અંગે પોલીસ શું ફેંસલો છે. ખરેખર આ બનાવ ખૂબ જ ગંભીર પણ છે અને કીર્તિ પટેલ અવારનવાર આવા વિવાદમાં ઘેરાય છે. ત્યારે હવે આ ઘટનાનો અંત કઈ રીતે આવે છે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!