એરહોસ્ટેસ સાથે થયેલ માથાકુટના પગલે કિર્તી પટેલે વિડીઓ વાયરલ કરી આ ખુલાસો કર્યો ! કહ્યુ કે આ મારી માથાકુટ નહોતી..
આપણે સૌ જાણીએ છીએ કે ટીક ટૉક સ્ટાર કિર્તી પટેલ વારંવાર કાંઈક ને કાઈક વિવાદો મા આવતી હોય છે ત્યારે છેલ્લા અઠવાડિયા મા બે દીવસ મા બે કેસો કિર્તી પટેલ વિરુધ્ધ નોંધાયા હતા. પહેલા કેસમા એક યુવતી ને પાઈપ વડે માર મારવા અને ધમકી દેવા બદલ ફરીયાદ અમદાવાદ મા નોંધાઈ હતી જયારે અન્ય એક ફરીયાદ સુરત મા પણ થય હતી.
સુરતમા થયેલ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે ટીક ટોક સ્ટાર કિર્તી પટેલ જ્યારે ગોવાથી ફ્લાઈટ મા સુરત આવી રહી હતી ત્યારે ફ્લાઈટ મા મહીલા કર્મચારી સાથે માથાકુટ થય હતી અને બન્ને વચ્ચે થયેલી માથાકુટના પગલે કિર્તી પટેલ વિરુધ્ધ ડુમસ પોલીસ સ્ટેશન મા ફરીયાદ પણ નોધાઈ હતી. આ ઘટના બાદ સતત લોકો નો રોષ કિર્તી પટેલ વિરુધ્ધ જોવા મળ્યો હતો.
ત્યારે હાલ કિર્તી પટેલે આ ઘટના ને પગલે સોસિયલ મીડીયા પર એક વિડીઓ વાયરલ કરી ને પોતાનો પક્ષ રાખતા અમુક વાતો કહી હતી જેમા કિર્તી પટેલે જણાવ્યું હતુ કે ” આ મેટર મારી નથી મારી પાછળ બે ત્રણ છોકરા બેઠા હતા અને સુરતના હતા અને મારા કોઈ ઓળખતા પણ ન હતા. જ્યારે ફ્લાઈટ બંધ હોવાથી સફોકેશ થતુ હોવાથી છોકરા એ માસ્ક નહોતુ પહેર્યું ત્યારે એર હોસ્ટેજે તેની સાથે ગંદો બિહેવીયર કર્યો હતો.
આ ઉપરાંત કિર્તી પટેલે વિડીઓ મા સમગ્ર ઘટના કેવી રીતે બની તેમ પણ જણાવ્યુ હતુ. ખરેખર આ ઘટના મા દોષી કોણ એ તો પોસીલ તપાસમા જ સામે આવશે અને હાલ જાણવા મળ્યુ હતુ કે જે એર હોસ્ટેસ સાથે આ ઘટના બની તેણીએ પોતાની નોકરી માથી રાજીનામુ આપ્યુ છે.