Gujarat

આ રીતે રચાયું કિશન ભરવાડની હત્યાનું ષડયંત્ર ! બે મૌલવીઓ અને એક યુવકની અમદાવાદમાં મુલાકાત બાદ….

હાલ જ ટોક ઓફ ધ ડાઉન કીશન ભરવાડ હત્યા ના મામલા મા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની પીડીત પરિવાર ની મુલાકાત બાદ હર્ષ સંઘવી એ પીડિત પરિવાર ના ન્યાય અપાવશે તેવું કહ્યુ હતુ અને બાદ મા તપાસ નો ધમધમાવટ શરુ થયો હતો અને ગણતરી ની કલાકો મા જ બે આરોપીઓ ના ઝડપી પડાયા હતા અને સમગ્ર ષડયંત્ર સામે આવ્યુ હતુ.

આ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે તપાસની વિગતો અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.

આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)ની અટકાયત કરવામા આવી છે. આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે મૃતક કીશન એ 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી.

આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. મૌલવી જે કટ્ટરવાદી હોય તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!