Gujarat

યુવકે કિશન ભરવાડનુ સ્ટેટસ રાખતા 15 લોકો ગુસ્સે ભરાઈ હુમલો કર્યો ! જેમા 7 લોકો….જાણો પુરી ઘટના

કિશન ભરવાડની હત્યાની ઘટનાને લોકો ને આજે પણ ભુલી શક્યા નથી અને આજે પણ કયાંક ને કયાંક ઘટના બાબતની ઘટના સામે આવે છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા એક યુવકે કીશન ભરવાડનુ સ્ટેટસ રાખતા અમુક યુવકો એ મન દુખ રાખી ને યુવક પર 15 જેટલા યુવકો એ યુવક પર હુમલો કર્યો હતો જેમાથી 7 જેટલા લોકો ની ધરપકડ કરાઇ હતી.

આપને અહી જણાવી દઈએ કે થોડા દિવસ અગાવ અમદાવાદમા ધંધુકા મા કીશન ભરવાડ નામના યુવાનની ગોળી મારી હત્યા કરવામા આવી હતી અને હત્યા કરવા પાછળ નુ કારણ સોસિયલ મીડીયા પર મુકેલી પોસ્ટ હતી. જયારે બાદ રાજ્ય ભરમાં આ ઘટના ના પડઘા પડ્યા હતા અને આ કેસ મા કુલ 6 લોકો ની ધરપકડ પણ કરવામા આવી હતી.

આજે પણ આ ઘટના ને લીધે કયાંય ને કયાંય રકજક જોવા મળે છે ત્યારે ખેરાલુના કાજીવાડામાં અક્ષત કડિયા નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહે છે. અક્ષત દ્વારા 15 દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કિશન ભરવાડની એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ અપલોડ કર્યાની અદાવતને લઇને 15 જેટલા લોકોએ અક્ષત પર હુમલો કર્યો હતો. મંગળવારની રાત્રે અક્ષત પર બહેલીમ હિદાયત, બહેલીમ જાબીર સહિત 15 ઇસમોના ટોળા દ્વારા આ યુવકને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યો હતો અને તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટના ની જાણ મહેસાણાના SP ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને અક્ષત આમના યુવક નુ નીવેદન લઈ ને કાર્યવાહી કરી હતી. હિદાયત બહેલીમ, જાબીર બહેલીમ સહિત 10થી 15 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!