GujaratIndia

દીકરીના કંકુ પગલા કરાવતા કિશનનો અંતિમ વીડિયો, પુત્રીની છઠ્ઠીએ કિશને કહ્યું હતું: ‘હું તેને ભણાવી-ગણાવી ને…’

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ધાર્મિક વાતાવરણ માં ઉથલપાથલ સર્જાઈ છે. જ્યાં વર્ષથી દરેક ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા તેવામાં એક હત્યાકાંડે લોકોમાં અલગ જ ભાવના ઉત્પન્ન કરી છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં કિશન ભરવાડ ના હત્યા ના મામલે લોકોમાં રોષ અને દુઃખની લાગણી છે. 25 જાન્યુઆરી ના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા બે વિધર્મી લોકો દ્વારા કરવામાં આવી હતી.

એક સોશ્યલ મીડિયા પોસ્ટને લક્ષમાં રાખીને  મૌલાના ના ભડકાઉ ભાષાણો ને લઈને બે વિધર્મી લોકો દ્વારા કિશન ભરવાડ નામના યુવક ની તેમના જ ઘર પાસે ગોળી મારીને હત્યા કરી હતી. તેવામાં આ હત્યાકાંડ ને લઈને રાજ્યની જનતામાં રોષનો માહોલ છે. લોકો દ્વારા કિશન ભરવાડ ના આરોપીઓ ને જલ્દી અને યોગ્ય સજા મળે તેવી અપીલ થઇ રહી છે. આ માટે લોકો અનેક જગ્યાએ રેલીઓ કાઢીને પણ કિશન ભરવાડ ની હત્યાનો વિરોધ નોંધાવ્યો હતો.

જો કે મોકાની ગંભીરતા જોઈને પોલીસ વિભાગ તુરંત હરકતમાં આવ્યું અને આ ઘટના અંગે શોધ શરૂ કરી જેને લઈને અનેક પુરાવાઓ સામે આવ્યા અને પાકિસ્તાની આતંકી સંગઠનો અને સ્લીપરશેલ ઉપરાંત યુવાનોને જેહાદ માટે ઉપસાવનાર અનેક લોકો અંગે પણ માહિતી મળી. જો કે હાલમાં લોકોમાં કિશન ભરવાડ ના મૃત્યુને લઈને દુઃખની ભાવના છે.

આ તમામ બાબતો વચ્ચે હાલમાં સોશ્યલ મીડિયા પર કિશન ભરવાડ અને તેમની પુત્રીને લગતી અમુક તસ્વીર અને વિડિઓ સામે આવ્યા છે. જણાવી દઈએ કે જયારે કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી ત્યારે તેમની પુત્રી માત્ર 20 દિવસની હતી. કિશન ભરવાડ ના સગા સંબંધીઓ પાસેથી મળેલ માહિતી અનુસાર પુત્રીના જન્મના કારણે કિશન ઘણો ખુશ હતો. તેમની ઈચ્છા પોતાની પુત્રીને ડોકટર બનાવવાની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કિશન ભાઈ ની દીકરી ને ભણાવવા ની અને મોટી કરવાની જવાબદારી સુરત ના અગ્રણી બીલ્ડર માલધારી સમાજ ના વિજય ભાઈ ભરવાડે લીધી છે

કિશન ભરવાડ ના સસરાએ જણાવ્યું કે જયારે તેઓ કિશનની પુત્રીના નામ કારણ અને અન્ય વિધિ માટે પોતાના ઘર વડોદરાથી કિશન ના ઘર ધંધુકા ગયા ત્યારે કિશને જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની પુત્રીને ભણાવી ગણાવીને હોશિયાર બનાવવા માંગે છે. અને તેમની ઈચ્છા પુત્રીને ડોકટર બનાવવાની છે. જો કે નિયતિને કંઈક અલગ જ મંજુર હશે તેમ આજે કિશન ભરવાડ આપણી વચ્ચે નથી.

જો કે પરિવાર ના લોકોએ જણાવ્યું કે અમે કિશન ભરવાડના તમામ સપનાઓ પૂર્ણ કરશું અને તેમની પુત્રીને ડોકટર બનાવશું. જણાવી દઈએ કે કિશન ભરવાડની હત્યા એક ધાર્મિક પોસ્ટને લઈને કરવામાં આવી હતી. આ ધાર્મિક પોસ્ટ મુક્યા બાદ વિવાદ થતા પોલીસ દ્વારા કિશન પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જે બાદ કિશને લોકોની માફી પણ માંગી હતી. પરંતુ જેહાદીઓ દ્વારા આ પોસ્ટને લક્ષમાં રાખીને દગા થી કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!