Gujarat

કિશન ભરવાડ ના અવસાન ને એક વર્ષ પુર્ણ !

ગુજરાતમાં હત્યાના બનાવો તો અનેક બને છે, પરંતુ આખા ગુજરાતને ધ્રુજાવી દેનાર કિશન ભરવાડની હત્યાના પડઘા આખા ભારતમાં પડ્યા હતા. આજે કિશન ભરવાડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આવી ગઈ છે

આજે ફરી એકવાર આપણે એ દુઃખ બનાવને યાદ કરીએ કારણ કે આજે દરેક લોકો એ ઘટનાને ભૂલી ગયા છે પરંતુ તેમના પરિવારની આંખોમાંથી આંસુઓ સુકાયા નથી.

આજથી એક વર્ષ પહેલાં ધધુંકા ગામના કિશન ભરવાડની જાહેરમાં હત્યા થઈ હતી. આ હત્યાના કારણે ચારોતરફ ચકચાર મચી ગયો હતો ને ભરવાડ સમાજ પણ રોષે ભરાયો હતો. પહેલીવાર સોશિયલ મીડિયાના કારણે આવી હત્યાનો બનાવ બન્યો હતો.

સુત્ર દ્વારા જજાણવા મળ્યું હતં કે કિશને મૃત્યુના વીસેક દિવસ પહેલા ફેસબુક પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તેની ફેસબુક સ્ટોરી પર ધાર્મિક લાગણી દુભાવવાનો વિડીયો મૂક્યો હતો. જેને લઈને કિશન સામે એક મુસ્લિમ યુવકે પોલીસ ફરિયાદ કરી હતી.

આરોપી સબ્બીર કિશનના સ્ટેટ્સ થી વધારે ઉશ્કેરાયો હતો. હત્યાા પાંચ-છ દિવસ પહેલા સબ્બીર મૌલાના ઐયુબને મળવા ગયો હતો. તેણે કિશન ભરવાડને મારી નાંખવા માટે ચર્ચા કરી હતી અને હથિયાર માંગ્યું હતું. મૌલાના ઐયુબે તેને એક પિસ્તોલ અને પાંચ કારતૂસની વ્યવસ્થા કરી હતી. તે પિસ્તોલ લઈને ધંધુકા પરત ફર્યો હતો.

ધોળે દિવસે ચાલુ ગાડીમાંથી કિશન પર ધડાધડ ગોડીઓથી ફાયરિંગ કર્યું હતું અને કિશનનો જીવ ચાલ્યો ગયો. માત્ર એક સ્ટેટ્સના કારણે કિશન એ પોતાનો જીવ ગુમાવ્યો અને તેના મૃત્યુના કારણે તેની 20 દિવસની દીકરી એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

તેની પત્નીએ નાની ઉંમરે વિધવા થવું પડ્યું અને માતા પિતાએ લાડકવાયો દીકરો ગુમાવી દીધો હતો. આજે કિશનની પુણ્યતિથિ નિમિત્તે બસ એજ પ્રાર્થના કરીએ કે તેમની આત્માને દિવ્ય શાંતિ મળે અને તેમના પરિવારને જલ્દી ન્યાય મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!