Gujarat

કીશન ભરવાડ ની યાદ ફરી તાજા થઈ ! ગયા વર્ષે નો હોળી નો વિડીઓ વાયરલ થયા જુવો વિડીઓ

આજે આપણે સૌ કોઈ હોળીનું પર્વ ઉજવવામાં વ્યસ્ત છીએ, ત્યારે વિચાર કરો કે, આજે કિશન ભરવાળનાં ઘરે કેવો માહોલ હશે. તેની પત્ની અને માતાનું હદય જાણે રડી રહ્યું હશે. ખરેખર હાલમાં સોશિયલ મીડિયામાં કિશન ભરવાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો હોળીકા દહનનો છે. ત્યારે ખરેખર આ વીડિયો જોઇને કોઈની પણ આંખમાં આંસુઓ આવી જાય. આપણે જાણીએ કે અનેક કલાકારો થી લઈને રાજનેતા અને સામાન્ય લોકો કિશન ભરવાડને ન્યાય આપવવા આગળ આવી હતી.

હાલમાં કિશન ભરવાડની ઘટનાને જાને સૌ કોઈ ભૂલી જ ગયા છે. ત્યારે હાલમાં હોળીના તહેવારોમાં તેમનો વીડિયો વાયરલ થયો છે. આપણે સૌ કોઈ હોળીના તહેવારોની ઉજવણી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે, ત્યારે આજે તેમના પત્નીના જીવનમાં તો જાણે બધા જ રંગ ઉડી જ ગયા છે. આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં જ્યારે કોઈ પોતાનું છોડીને ચાલ્યું જાય છે, ત્યારે તેની ખોટ એ વ્યક્તિ ને વર્તાય છે.

આપણે સૌ કોઈ કિશન ભરવાડને શ્રધાંજલિ પાઠવી તેમેન ન્યાય અપાવવા માટે આગળ આવ્યા પરતું આ બધું કેટલા દિવસ સુધી આપણે કરવાના છીએ? થોડા જ દિવસોમાં આપણે સૌ કોઈ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જવાના છીએ પણ તેમાનાં પરિવાર જનોને તો જીવનના અંત સુધી આ દુઃખ સાલશે કે તેમનો દીકરો તેમની પાસે નથી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કિશન ભરવાડ તેમની પત્ની સાથે હોળીની પ્રદક્ષિણા ફરી રહ્યો છે, આ વીડિયો જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય. તેઓ બંને સપનામાં નહિ વિચાર્યું હોય કે, આ તેમની અંતિમ હોળી હશે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણદાયક છે. આપણે જાણીએછે કે, કિશન ભરવાડ નિર્દોષ હતા છતાં તેમની હત્યા થઈ.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તેમને જલ્દી થી ન્યાય મળે તેમજ ખાસ વાત એ કે, હાલમાં કિશન ભરવાડ નો હોલિકા દહન કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ છે, ત્યારે ગુજરાતી અખબાર આ વીડિયો વિશે પુષ્ટિ કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!