Gujarat

કિશન ભરવાડ હત્યા કેસ મામલે મોટા સમાચાર : આરોપી મૌલાના કમર ગનીના જામીન…

ગુજરાત મા ચકચાર જગાવતી હત્યાની ઘટના ના પડઘા હજુ સુધી ભુલાયા નથી. તા.૨૫-૧-૨૦૨૨ના રોજ ધંધુકા મા કીશન ભરવાડ નામના યુવાન ની જાહેર મા ગોળી મારી હત્યા કરવા મા આવી હતી હત્યા કરવાનું મુખ્ય કારણ સોસીયલ મીડીઆ પર વાંધાજનક પોસ્ટ કરવા બાબતનુ હતુ જ્યાર બાદ સમગ્ર ગુજરાત મા આ બાબતે રોશ જોવા મળ્યો હતો અને સમગ્ર રાજ્ય મા વિરોધ થયો હતો જ્યારે આ કેસ ને લઈ ને એક મહત્વ ના સમાચાર સામે આવ્યા હતા.

આ કેસમાં સ્પેશ્યલ કોર્ટે તપાસનીશ એજન્સીને ચાર્જશીટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધારી આપતી અવધિને રદબાતલ ઠરાવવા પણ મૌલાના કમર ગનીએ અરજી કરી હતી, તે પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયામાં ઇસ્લામ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના પ્રકરણમાં અદાવત રાખી ધંધુકાના કિશન ભરવાડની તા.૨૫-૧-૨૦૨૨ના રોજ જાહરેમાં કમકમાટીભરી હત્યા કરવામાં આવી હતી. ચકચારભર્યા આ હત્યા કેસમાં આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીએ ડિફોલ્ટ બેઇલના ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા કે, પોલીસે તપાસ ૯૦ દિવસમાં પૂર્ણ કરી નથી, તેથી તેને જામીન આપવા જોઇએ. પોલીસ અરજદારને જાણ કર્યા સિવાય તપાસમાં કોઇ એક્ષ્ટેન્શન માંગી શકે નહી.

જો કે, સરકારપક્ષ તરફથી આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કરાયો હતો કે, આરોપી ખૂબ જ ગંભીરના પ્રકારના મર્ડર કેસમાં સંડોવાયેલો છે અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય મજબૂત પુરાવાઓ છે. વળી, તપાસના એક્ષ્ટેન્શન મુદ્દે પણ આરોપીપક્ષને પોલીસ દ્વારા સમયસર જાણ કરાયેલી જ છે, તેથી તેની એ દલીલ પણ અસ્થાને છે.

આમ ગુનાની ગંભીરતા જોતાં અને આરોપીના ગુનાહિત કૃત્યને ધ્યાને લેતાં આવા કેસમાં હાઇકોર્ટે આરોપીને જામીન આપવા જોઇએ નહી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે મૌલાનાની જામીન સહિતની બંને અરજીઓ ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!