કિશનનો ગરબા રમતો વીડિયો પરિવાર માટે બન્યો જીવનભરનું સંભારણું! કિશનો હસતો ચહેરો તમારી આંખમાં..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વ્યક્તિનું જ્યારે મુત્યુ થાય છે, ત્યારે પોતાના જીવનનું અંતિમ સંભારણું બની રહે છે. એજ યાદ જીવન ભર લોકોના હૈયામાં જીવંત રહે છે. આવું જ કંઈક કિશનનાં ભરવાડનાં પરિવાર સાથે પણ થયું છે.હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કિશન ભરવાડ ગરબે ઝૂમી રહ્યો છે. ખરેખર આ વિડીયો ખૂબ જ હૃદય સ્પર્શી છે. આ વીડિયો જોઇને તમારી આંખ પણ ભીની થઇ જશે.
આ વિડિયો કિશનના પરિવાર માટે અંતિમ યાદગીરી રૂપે બની ગયો છે, જેમાં કિશનનો હસતો ચહેરો જોઈને એમ થાય કે હમણાં જ થોડી ક્ષણોમાં કિશન બોલતો થઈ જશે. આવી લાગણીઓ કિશનના પરિવારને થતી હશે, જ્યારે તેઓ આ વીડિયો નિહાળતા હશે. ખરેખર આ વાત સત્ય છેકે, વ્યક્તિનાં મુત્યુ પહેલા તેની સાથે વિતાવેલી દરેક ક્ષણો એ જીવનભર તેની યાદગી આપણા હૈયામાં વસી જાય છે.
આ લગ્નમાં જ્યારે કિશન કાના ઓ કાના ગીત પર પોતાના સ્વજનો અને મિત્રો સાથે હસતા મુખે અને મોજથી ગરબા રની રહ્યો હશે, ત્યારે કોઈ સ્વપ્નમાં નહિ વિચાર્યું હોય કે આ વીડિયો તેના જીવનનું અંતિમ સંભારણું બની રહેશે.આમ પણ હવે કિશનના જૂના ફોટો અને વીડિયો જ તેમની યાદગીરી બની ગયા છે, ત્યારે ગત ડિસેમ્બર મહિનામાં તારાપુર ખાતે ફોઈજીના દીકરા લગ્નમાં કિશન ગરબે રમ્યો હતો તે વીડિયો પરિવારજનો માટે તેમનો હસતો ચહેરો જોવાની એક યાદગીરી સમાન બની ગયો છે.
આપણે જાણીએ છે કે, 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડની ધંધુકામાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યા થઇ ત્યારે તેમના ઘરે જન્મેલી દીકરી માત્ર 20 દિવસની હતી. આ દીકરીને પિતાએ ઘરમાં કંકુપગલા પણ કરાવ્યા હતા. જ્યાર બાદ કિશનની હત્યા થઇ ગઇ. હવે પરિવાર માટે કિશનની યાદો જ જીવનનો સહારો બની છે. કિશન ગત ડિસેમ્બર મહિનામાં તારાપુર ખાતે ફોઇજીના દિકરાના લગ્નમાં આવ્યો હતો અને રાત્રે બધા સગા-સંબંધીઓ સાથે ગરબા રમ્યો હતો. ઉત્સાહ અને આનંદમાં ગરબા રમતા કિશનનો આ વીડિયો હવે તેમની પત્ની, પરિવાજનો અને સાસરીયાઓ માટે હવે કિશનને હસતો રમતો જોવા માટેનું એક સંભારણું બની ગયો છે.
