વસંત પંચમી ના દિવસે યોજયુ કિશન ભરવાડ ની બારમું અનેક લોકો હાજર સૌ કોઈ થયા ભાવુક અને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા સોશ્યલ મીડિયા પર અને તમામ લોકોમાં એક જ નામ સંભાળાઇ રહ્યું છે અને તે નામ કિશન ભરવાડ નું છે. આપણે સૌ જાણીએ છિએ કે થોડા દિવસ પહેલા બે વિધર્મિ લોકો દ્વારા જેહાદ ના ઇરાદે અને મૌલાના ના ભડાકાઉ ભાસણો સંભાળી ને કિશન ભરવાડ નામના યુવક ની અમદાવાદ ના ધંધુકા માં દગાથી હત્યા કરવામાં આવી હતી.
હાલમા રાજ્યની સામાન્ય જાનતાથી લઈને ગુજરાત ના મોટો મોટા લોક સાહિત્યકાર તમામ લોકો કિશન ભરવાડના હત્યારાઓને જલ્દી અને આકરી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે ઉપરાંત હાલમાં દરેક લોકો આ કપરા સમયમાં કિશન ભરવાડના પરિવાર સાથે છે. અને તેમને સાંત્વના આપી રહ્યા છે. આ હત્યાને લઈને લોકોમાં રોષ અને દુઃખની ભાવના છે.

તેવામાં જો વાત કિશન ભરવાડ ના પરિવાર વિષે કરીએ તો તેમના જવાના કારણે તેમના પરિવાર માં લોકોની હાલત ઘણી વહમી છે. પરિવારના આશુ સુકાતા નથી. પિતા પુત્રને યાદ કરે છે જ્યારે બહેનો પણ શોક માં છે. કિશન ભરવાડના પત્ની તો પોતાની ભાન પણ ભૂલી જાય છે. જોકે કિશન ભરવાડના મૃત્યુ નું દુઃખ આખા રાજ્યમાં છે.

તેવામાં આવે ફરી કિશન ભરવાડના મૂળ વતન ચચાણા માથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જણાવી દઈએ કે હાલમાં કિશન ભરવાડ ના વતન ચચાણામાં આજે વસંત પંચમી ના દિવસે તેમના બારમાની વિધિ છે. આપણે સૌ જાણીએ છિએ કે આજનો દિવસ ઘણો શુભ માનવામાં આવે છે આજે લોકો પોતાની નવી ખુશીઓ તરફ આગળ વધે છે. ઉપરાંત આજના દિવસે અનેક લોકો લગ્નના પવિત્ર બંધનથી બંધાઈ જાય છે.

તેવામાં આ દિવસ કિશન ભરવાડના પરિવાર માટે દુઃખદ સાબિત થયો છે. આજના દિવસે લોકો લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરે છે તેવામાં કિશન ભરવાડ ની બારમાની વિધિ છે જેથી તેમનો અને તેમના પત્ની નો સુખી સંસાર વિખરાઈ જતા કિશન ભરવાડના પત્ની નો રોઈ ને ઘણો ખરાબ હાલ થઈ ગયો છે.
જો વાત આજના દિવસે યોજાયેલ કિશન ભરવાડના બારમા અંગે કરીએ તો બારમાની વિધિ શરૂ થતાં પહેલાં કિશનના ફોટા પર હાર ચઢાવતાં સમયે તેમના પિતા રડી પડ્યા. હાલમાં ધંધૂકા નજીક આવેલા ચચાણા ગામે આજે કિશનની ઉત્તરક્રિયા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કિશનનો નાનો ભાઇ ઉત્તરક્રિયાની વિધિ માટે બેઠો હતો. આ દુઃખદ સમયે પરિવાર, સગાં-સંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા.
આ ઉપરાંત મીડિયા સાથે વાત કરતા સમયે કિશન ભરવાડના પિતા શિવા ભાઈએ જણાવ્યું હતું કે મારું તો એટલું જ કહેવું છે કે મારા છોકરાને ન્યાય મળે, પોલીસ ગુંડાતત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી. કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા છે. સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે.
