કિશન ભરવાડ હત્યા કેસમા ફરી મોટો ખુલાસો થયો ! કીશન સહીત આટલા લોકો હતા નિશાન…..
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયાથી લઈને લોકોં સુધી દરેક વ્યક્તિના મોં પર એકજ નામ છે. કિશન ભરવાડ આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ બે વિધર્મી લોકો દ્વારા માત્ર એક પોસ્ટને લક્ષમાં રાખીને કિશન ભરવાડ નામના નિર્દોષ યુવકની દગાથી હત્યા કરવામાં આવી છે. તેવામાં પોલીસ વિભાગ દ્વારા આ હત્યાકાંડ ને લઈને અનેક તપાશ કરવામાં આવી રહી છે, જોકે હેરાની ની વાત તો એ છેકે પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસથી જે વિગતો સામે આવે છે તે ઘણી જ આશ્ચર્ય આપાવે તેવી છે.
જણાવી દઈએ કે અમદાવાદ ના ધંધુકા માં રહેતા કિશન ભરવાડ નામના યુવકને બે વિધર્મી લોકો દ્વારા ગોળી મારવામાં આવી હતી જે બાદ તપાસમાં માલુમ પડ્યું હતું કે કિશન ભરવાડ ની મોટ માટે ની આ કાવત્રામાં અનેક લોકો સંડોવાયેલા છે, જેમાં મૌલાના નું નામ પણ સામે આવ્યું હતું આ મૌલાના માસુમ યુવાનોનુ બ્રેન વોશ કરતો અને તેમને ગઝવા એ હિન્દ માટે જેહાદ કરવા ઉશ્કેરતો હતો. જોકે પોતાના દેશ વિરોધી પ્રવૃતિઓ માટે તે માસુમ લોકોને શિકાર બનાવતો પરંતુ પોતે હંમેશા છુપાતો. જોકે પોલીસ તપાસમાં આવા મૌલાના ના નામ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત જેહાદના આ દેશ વિરોધી એજન્ડા ના તાર પાકિસ્તની આતંકિ સંગઠનો સુધી પણ પહોંચ્યા છે. જયારે દેશમાં એક્ટિવ સ્લીપર શેલ વિશે પણ માહિતી મળી છે.
જો કે આ કેશ હવે દિવસે ને દિવસે અનેક વળાંકો લઇ રહ્યો છે જણાવી દઈએ કે હાલમાં જ પોલીસ દ્વારા દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની ની પૂછતાછ કરતા જે માહિતી સામે આવી છે તે ઘણી જ ખતરનાક છે. જણાવી દઈએ કે સેશન્સ કોર્ટ દ્વારા મૌલાના કમરગની ની 9 દિવસ માટે રિમાન્ડ મંજુર કરવામાં આવી છે. જો વાત કમરગની વિશે કરીએ તો જણાવી દઈએ કે તે ગોમતીપુર પાસે આવેલ ચાંદ શહીદ દરગાહ પાસે આવેલ ઇસ્લામની શાખા ધરાવે છે.
પોલીસ તપાશમાં કમરગનીએ જણાવ્યું હતું કે ઇસ્લામની વિરુદ્ધ બોલનાર અને તેની વિરુદ્ધ કાર્ય કરનાર લોકોને સજા આપવાનું કામ તે અને તેની સંસ્થા કરે છે આ માટે તેની સંસ્થાએ 1500 લોકોની યાદી પણ તૈયાર કરી છે. એટલે કે આ યાદીમાં કિશન ભરવાડ ની જેમ હજુ ઘણા લોકો આવા જેહાદીઓ ના નિશાન પર છે. જો વાત કમરગની ની સંસ્થા વિશે કરીએ તો તે ઉત્તર પ્રદેશ ના શાહજહાં પૂર માં આવેલી છે.
હાલમાં પોલીસ ને એ પણ માહિતી મળી છે કે કમરગની ગુજરાતમાં 48 લોકો સાથે સંપર્કમાં હતો માટે પોલીસ તેમની પણ તાપસ કરી રહી છે આ સાથો સાથ પોલીસ દ્વારા કમરગનીના અન્ય સાથીઓ અને તેને ફંડ કરનાર લોકો અંગે પણ તપાશ ચાલી રહી છે ઉપરાંત કમરગનીના પાકિસ્તાની સંગઠન સાથેના સંપર્ક ની પણ તપાશ ચાલી રહી છે.