પતંગની દોરી એ વધુ એક મહિલા નો ભોગ લીધો ! ગળા ના ભાગે એવી રીતે દોરી વાગી કે…
હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના લીધે ખૂબ જ નાની વયની મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.હાલમાં ઉત્તયારણ નો તહેવાર નજીક છે, ત્યારે હવે અનેક ઘટનાઓ ઘટશે જેમાં લોકો પતંગની દોરીના લીધે ઇજાગ્રસ્ત બની શકે છે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક છે. ત્યારે હાલમાં જ ફરી વખત પંતગની દોરીએ એક મહિલાનો ભોગ લીધો હતો. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે કંઈ રીતે આ ઘટના ઘટી હતી.
હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝ ખાતે રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી.આ દરમીયાન જ દુઃખ ઘટના બની હતી જેમાં, જાણવા મળ્યું હતું કે, ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના જેટલી સાંભળવામાં દુઃખ દાયક લાગી છે, તો જરા વિચાર કરો કે એ દરમિયાન કેવી પરિસ્થિતિ કેવી કરુણ અને પીડાદાયક હશે.
ભગવાનની કૃપા કે આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો.ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વને હજી એક સપ્તાહની વાર છે. જોકે તે પહેલાં જ પતંગના દોરાએ ભરૂચમાં એક માનવજીવ લીધો હોવાની ઘટના સામે આવી છે.હાલમાં જ અનેક આવી ઘટના બનશે જેમાં માણસો અને પક્ષીઓ અનવ પશુઓના પણ જીવ જઇ શકે છે. જો આપણે સાવચેત રહીએ તો અનેક લોકોના જીવ બચી શકે છે.
અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે તેના ઘરેથી એક્ટિવા પર 9 વર્ષની પુત્રી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી. દરમિયાન ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું. ત્યારે 9 વર્ષની પુત્રીનું રુદન સાંભળીને સૌ કોઈની આંખો નમઃ થઈ ગઈ હતી.
