કમાને સ્ટેજ પર “ધુણાવવા” બાબતે કિર્તીદાન ગઢવીએ લોકોને અપીલ કરતા હ્દયસ્પર્શી વાત કીધી કે “કમા નો મિસ યુઝ…….જુઓ વિડીઓ
હાલના સમય મા ગુજરાત મા એક નામ ગુંજી ઉઠયું છે તે નામ છે કમો છેલ્લા થોડા સમયથી કમા એ સોસીયલ મીડીઆ પર ધુમ મચાવી દીધી છે આજે દરેક ડાયરા મા ઈમાની એન્ટ્રી જોવા મળે છે અને મોટા મહેમાનો અને કરલાકરો ના લીસ્ટ મા કમો જોવા મળે છે જ્યારે તાજેતર મા મુખ્યમંત્રી ના કાર્યક્રમ મા પણ કમો જોવા મળ્યો હતો જ્યારે હાલ કમાને ધુણવા બાબત ને લઈને થોડો વિવાદ સર્જાયો છે અને ઘણા કલાકારો તેને અ યોગ્ય કહી રહ્યા છે.
કમાને ઘણા પ્રોગ્રામ મા નાચતા અને ધુણતા જોઈ ગુજરાત ના લોકપ્રિય એક્ટર હિતેન કુમારે પોતાનો મત રજુ કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું છે કે,આ બધુ સર્કસ ચાલી રહ્યું છે, કમા જેવા વ્યક્તિને રમકડું બનાવીને ન મૂકો. કીર્તિદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ હવે વધારે થઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી એ માત્ર તેને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું હવે લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
હિતેન કુમારે નિવેદન આપ્યું છે, તેના વિશે વિગતવાર જાણીએ તો હિતેનકુમાર એ કહ્યું છે કે હું મારા ડાયરા ના મિત્રોને વિનંતી કરું છું કે કમા જેવા મનોવિજ્ઞાન બાળકની આવી રીતે રમકડું બનાવીને મજાક ના ઉડાવો. આવા બાળક આવા મનોવિજ્ઞાન બાળકોને પ્રત્યેની આ કરુણા નથી પરંતુ એક હાસ્ય ઘટના બની રહી છે, હું વ્યક્તિગત રીતે એક સંસ્થા સાથે સંકળાયેલો છું જેવા મનોવિજ્ઞાન લોકોને છે અને મારા પરિવારના પણ સભ્યો પણ આપ પરિસ્થિતિ માટે પસાર થયા છે ત્યારે ખરેખર લોકોને આવા લોકો સાથે આવું ન કરવું જોઈએ.
આ ઉપરાંત યોગેશદાન ગઢવી એ પણ આ વાત ને યોગ્ય નથી એવું જણાવયુ હતુ. કમો ભગવાન નુ માણસ છે તેની સાથે આવુંના થવું જોઈએ જ્યારે હવે કીર્તિદાન ગઢવી એ પણ મિડીઆ ના માધ્યમ થી આ વાત ની સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે ” હુ કમા ને કોઠરીયા ના કાર્યક્રમ મા મળ્યો હતો જ્યા મે એક ગીત ગાયું હતુ “રસિયો રૂપાલો રંગ રેલિયો” અને એ ભગવાન ના બાળક ને જે મજા આવી ગઈ અને મે ઓડિયન્સને નામ પૂછ્યુ અને કે કમલેશ…મે કધુ કમા આવ અને તેને નાચવું હતુ અને તેની ઈચ્છા હતી નાચવાની અને નિર્દોષ બાળક નાચતો હોય તો વાલો લાગે..
“પરંતુ છેલ્લા બે ચાર કાર્યક્રમ મા મે જોયુ કે કોઈ કલાકાર નુ નામ નહી લેતા કે કમા ને ફરજિયાત ધુણાવે કમા ને ફરજિયાત નચાવે એવું નહી…કમા ને માંડવી મા પણ મે બોલાવ્યો હતો પણ વેલ રિસ્પેક્ટ…હુ કમા ને હાથ પકડી ને લઈ ગયો હતો અને મે આયોજકો ને પણ કીધું હતુ કે કમા માટે ફરજિયાત કાઈ નથી એને નાચવું હોય તો નાચે અને બેસવું હોય તો બેસે અને એને મજા આવે એક કરવા દેવું જોઈએ પણ કેટલાક એનું મિસયુજ કરી રહ્યા હોય તો એ ખોટી વાત છે.”
આ ઉપરાંત કિર્તીદાન ને જણાવ્યુ હતુ કે કમાના પરિવાર માટે એક સારી બાબત એ પણ બની છે કે પરીવાર માટે આવક ઉભી થઈ છે. અને લોકો ને અપીલ કરી હતી કે તમે કમા ને પ્રેમ કરો નહી કે આવા બાળકો નો મિસ યુઝ ન કરવો જોઈએ અને નિર્દોષતા થી પ્રેમ કરવો જોઈએ. અને તેની નિર્દોષતા જળવાઈ રહેવી જોઈએ.”