અમદાવાદમાં ગ્રીષ્માની માફક પ્રેમિકાને પ્રેમીએ છરી ના ઘા મારી હત્યા કરી નાખી ! સમગ્ર ઘટના સી.સી.ટી.વી વિડીઓ મા…
ખરેખર ગુજરાતમાં જાણે સ્ત્રીઓ સુરક્ષિત નથી એવું લાગી રહ્યું ! વિચાર કરો કે અનેક લોકોની સામે ગુજરાતનું સ્માર્ટ સીટી ગણાતા સુરતમાં જો ગ્રીષ્માની હત્યા થઈ શકતી હોય, તો વિચાર કરો કે બીજા શહેરોમાં તો શું ન બની શકે. હજુ તો ગ્રીષમાને ન્યાય મળ્યો નથી, ત્યાં જ ફરી એક વખત આવી જ ઘટના બની છે. આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે આજના દિવસે જ એક યુવકે પોતાની પ્રેમિકા ને છુરીનાં ઘા મારીને વીંધી નાખી.
આ ઘટનામાં ચોંકાવી દેનાર વાત એ છે કે, આ ઘટમાં જ્યાં બની ત્યાં નજીક મા જ પોલિસસ્ટેશન આવેલ હતું. વાત જાણે એમ છે કે ,અમદાવાદના માઘુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ મહિલાની કરપીણ હત્યાનો બન્યો છે. ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી ની નજીક ના અંતરે જ મહિલાને રહેંસી નાંખી હતી. આસમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક અને કરુણદાયક કહેવાય.
આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં નવીન નામના યુવકે આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, જેને પકડવા માટે અલગ અલગ ટીમ કામ કરી રહી છે.વાત જાણે એમ છે કે, પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં પોલીસ પેટ્રોલિંગની વાતો ચાલુ છે, એવામાં જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના થી થોડે દુર હત્યાનો બનાવ બનતા લોકોની સુરક્ષાને લઈને સ્થિતિ કથળી હોય તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.
હત્યાના બનાવ બાદ પરિસ્થિતિ એટલી ખરાબ બની કે મહિલાની લાશને એમ્બ્યુલન્સના આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. માધુપુરા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહ્યું છે, ત્યારે આજે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર એક મહિલાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો માથું ઊંચકી રહ્યા હતા.