સુરત મા ભૂખ્યા વરુ ની જેમ કુતરુ માસુમ બાળકી પર ટુટી પડ્યુ ! વિડીઓ જોઈ ધૃજી જશો…જુઓ વિડીઓ
જે રીતે રખડતા ઢોરોમાં લીધે નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવતા હોય છે, ત્યારે શહેરોમાં કુતરાનો ત્રાસ પણ એટલો છે. ખાસ કરીને નાના બાળકોનો તો જીવ પણ જોખમમાં મુકાઇ છે. હાલમાં જ સુરત શહેરમાં પણ હૈયુ કંપાવી દે એવી ઘટના સામે આવી છે. ભૂખ્યા વરૂની જેમ કૂતરો નાની એવી બાળકી પર તૂટી પડ્યો હતો.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા વોર્ડ નંબર પાંચમાં આવેલી સોસાયટીના ગેટ પાસે રમતી બાળકીને ગંભીર રીતે હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો અને આ હૈયું કંપાવી દેનાર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે. રમતી બાળકીને બચકાં ભર્યાં બાદ બચાવવા આવેલી મહિલાને પણ શ્વાને બચકું ભરવાની કોશિશ કરી હતી.હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ, શ્વાનને પકડવા માટે પાલિકા દ્વારા ટીમ ઉતારવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે,બાળકી ઘર પાસે ઊભી હતી. ત્યાર બાદ બાળકી દોડતાં દોડતાં જઈ રહી હતી. આ દરમિયાન શ્વાન પણ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન શ્વાને આવી બાળકી પર હુમલો કરી દીધો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકી નીચે પટકાઈ હતી.
શ્વાન તેને બચકાં ભરતો રહ્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં એક મહિલા દોડી આવી હતી. તેણે શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાને પણ શ્વાને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પણ બૂમાબૂમ કરતાં આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા. બાદમાં શ્વાન ત્યાંથી નાસી છૂટ્યો હતો.
શ્વાનના હુમલામાં બાળકીને ગાલ પર ગંભીર ઈજાઓ થઇ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વધુમાં અહીં શ્વાનના આવા આંતકને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. રહીશો દ્વારા આ મામલે મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી શ્વાન પકડતી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ શ્વાનને પકડી લીધું હતું. શ્વાન પકડાઈ જતાં રહીશોએ રાહતનો દમ લીધો છે.
સુરતમાં રખડતા શ્વાને 20 સેકંડ સુધી માસુમ બાળકીને બચકા ભર્યા, બચાવવા આવેલી મહિલાને પણ ન છોડી (LIVE CCTV)#surat #Straydog #babygirl #attack #livecctv pic.twitter.com/lcwB6wgAK7
— Watch Gujarat (@WatchGujarat) January 9, 2023