જેનાથી ભલભલા ડરે છે તે લેડી ડોન ભુરી સોસીયલ મીડીયા પર પણ ફેમસ છે. જુવો તેમના…
હાલની નારી બધા પર ભારી તે આપણને ખબર છે હાલની નારી સમાજના બધા ક્ષેત્રમાં ખુબજ પ્રગતી કરી રહી છે, એ આપણે સૌ જાણીએ છીએ આજ કોઈપણ ક્ષેત્ર માં જેટલું મહત્વ પુરુષ નું છે તેટલું મહત્વ સ્ત્રી નું પણ છે, આજ સ્ત્રી ફક્ત ઘરની ચાર દીવાલો માં નથી રહેતી તે ઘર પણ સંભાળે છે, અને વેપાર-વ્યવસાય માં પણ આગળ વધે છે, અને આપણા ગુજરાત રાજ્ય ની તમામ મહિલા હાલ બધીજ રીતે ખુબજ પાવરફુલ છે. પરંતુ આજે તમને એક એવી સ્ત્રી ની વાત કરવાની છે કે જેણે ઘર સંસાર માં કે વેપાર વ્યવસાય માં પોતાનું નામ આગળ નથી વધાર્યું પણ પોતાની ડોનગીરી અને દાદાગીરી નાં કારણે પોતાનું નામ ખુબજ ઉપર કર્યું છે, અને આખા ગુજરાતને પોતાના ડર થી ધ્રુજાવી દીધું છે.
વાત કરીએ તો ગુજરાત રાજ્યના સુરત શહેર માં રહેતી અને લેડી ડોન ભૂરી તરીકે ઓળખાતી યુવતી કે જેના નામથી પણ સારા એવા વ્યક્તિઓ ડરી જાય છે, ભૂરી ડોનનું સાચું નામ અસ્મિતા છે, તેની ઉંમર ફક્ત ૨૩ વર્ષની છે, અને તેને લોકો ભૂરી ડોન ના નામે ઓળખે છે.આ ભૂરી ડોન દેખાવ માં ખુબજ સુંદર છે, અને કોઈ મોડેલ કે હિરોઈન થી કમ નથી, અને તેના શોખ ઠાઠ એવા છે કે લોકો જોઈને વિચારમાં પડી જાય છે. અને મોટા મોટા ગુંડા પણ તેની સામે માથું જુકાવી દે છે, એટલો આ ભૂરી ડોન નો આતંક છે. આ ભૂરી ડોન જેટલી સુંદર છે, તેટલી જ ખૂંખાર અને ડેન્જર છે.
આ યુવતી અસ્મિતા કે જેનું નામ ભૂરી નામ એટલા માટે છે કે તેની સુંદરતા નાં કારણે તેને લોકો ભૂરી કહે છે, અને બીજું કારણ એ છે કે તે ભૂરા નામના વ્યક્તિ સાથે પ્રેમ માં છે, અને તેની પ્રેમિકા છે, તેથી તેનું નામ ભૂરી તરીકે ઓળખાય છે. ભૂરા ની વાત કરીએ તો તે પણ એક કુખ્યાત છે. ભૂરી ખુબજ સ્ટાઇલઇશ છે, તે ખુબજ મોંઘી મોંઘી ગાડીઓ માં ફરતી હોઈ છે, તેને હથિયારોનો પણ ખુબજ શોખ છે, સોશ્યલ મીડિયા પર ઘણીવાર ભૂરી પોતાની અદાઓ સાથે ફોટોસ અને પોસ્ટ મુક્તિ હોઈ છે. જેમકે તલવાર ચાકુથી લઈને મોટા ભાગે તે હથિયારો સાથેની તસ્વીરો પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતી હોઈ છે.
ભૂરી ડોન કે જે પોતાની એક ગેંગ પણ ચલાવે છે. તે ઘણા લોકોના રૂપિયા પણ છીનવી લે છે, અને લોકોને ડરાવવાના ધમકાવવા ને તેને લગતા ઘણા વિડીઓ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા હોઈ છે. પરંતુ કોઈ તેની વિરુદ્ધ બોલતા ડરે છે. ભૂરી લોન પર એક ડર્જન જેટલા કેસ પણ થઇ ચુક્યા છે, અને તે જેલમાં પણ જઈ આવી છે. અસ્મિતા ઉર્ફે ભૂરી કે જે ભલે બદનામ છે પરંતુ તે સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં ઘણા એકાઉન્ટ છે, અને તેના ઘણા ફોલોવ્ર્સ પણ છે. અને તેને તેના પોસ્ટ માં ઘણી લાઇકસ પણ મળે છે.
ભૂરી ડોન ની આવી હરકત થી તેના ઘરવાળા પણ તેનાથી દુર રહે છે. મહત્વની વાત એ છે કે પહેલા લોકો આ યુવતી ને એક મોડલ સમજે છે, પરંતુ જયારે લોકોને તેની હકીકત ની જાણ થાય ત્યારે લોકો દંગ રહી જાય છે. પોતાની દાદાગીરી અને અલગ અદાકારી ભયનું બીજું નામ બની ગઈ છે. અને સુરતમાં આ યુવતીનો ખુબજ આતંક છે.