Gujarat

અમદાવાદ મા આ જગ્યા પર આવેલુ છે લગનીયા હનુમાનજી ! પ્રેમ લગ્ન ઈચ્છતા યુગલો માટે છે ખાસ….. અત્યાર સુધીમાં 15 હજાર…

લગ્ન એ જીવનનો અભિન્ન અંગ છે, લગન વિના આ સંસારમાં રહેવું અધૂરું છે, જેથી દરેક યુવાનો અને યુવતી એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન કોઈ સારા વ્યકિત સાથે થાય જેથી તેમનું જીવન હમેશાં ખુશહાલ રહે. કહેવાય છે ને વિધાતાના લેખ જ્યાં સુધી ન લખાઈ ત્યાં સુધી તમારા લગ્નની વેળા નથી આવતી. આજે અમે આપને એક એવા હનુમાનજી વિશે જણાવીશું જ્યાં અનેક યુગલોની પ્રેમ લગ્નની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ છે.


આ દિવ્ય હનુમાનજીનું મંદિર આવેલું છે, અમદાવાદ શહેરના મેઘાણી નગરમાં, આ મંદિર અતિ  પ્રાચીન સમયનું છે,આ પ્રાચીન મંદિર લગનીયા હનુમાનજીનામ તરીકે પ્રખ્યાત છે. લોક વાયકા અનુસાર આ મંદિરમાં લગ્ન કરનાર પ્રેમી યુગલનું લગ્નજીવન ખૂબ જ ખુશહાલ રહે છે. તમને આ મંદિર વિશે વધુ વિગતવાર માહિતી જણાવીએ.

હાલમાં આ મંદિરનું સંચાલન જય શ્રી દાદા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  થાય છે, આ લગનીયા હનુમાન મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે, આ મંદિરના દર્શનાર્થે દેશ વિદેશથી યુગલો આવે છે.  આ મંદિરમાં લગ્નની પ્રથા ગુજરાતમાં આવેલ ભૂકંપ બાદ શરૂ થયેલ. ભૂકંપ બાદ તમામ કોર્ટને મેઘાણીનગર વિસ્તારમા ખસેડવામાં આવી હતી અને તે જ સમયે અહીં હનુમાનજીનું નાનું મંદિર હતું.

મંદિર પાસે હોવાથી વકીલોએ કોર્ટમાં અરજી કરી અને આ મંદિરમાં લગ્નની પરવાનગી મેળવી લીધા બાદ જે લોકો પણ કોર્ટમાં લગન કરવાની અરજી કરતા તે ત્યાં જ મંદિરમાં લગન કરવા લાગ્યા અને સૌથી ખાસ વાત એ કે અહીંયા દરેક ધર્મના લોકો લગન કરતા જેથી આ મંદિર કોમી એકતાનું પ્રતિક બન્યું આ મંદિરના દરવાજા ચોવીસ કલાક યુગલો માટે ખુલ્લા રહે છે

આ મંદિરના મહંત હીરાભાઈ જગુજી એ વર્ષ ૨૦૦૪માં દરબાર શરૂ કરેલ અને અત્યાર સુધીમાં ૧૫૦૦૦ થી વધુ યુગલો લગન જીવનના બંધને બંધાયા. આ મંદિરમાં લગન કરનાર યુગલો નું લગન જીવન સફળ નીવડે છે. આ મંદિરમાં મોટેભાગે પ્રેમલગ્ન વધુ થાય છે. તમામ પ્રકારના આધારભૂત દસ્તાવેજો બાદ લગ્નવિધિ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા લગ્નનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!