આજે કીંજલ દવે ના પિતા લલીત દવે નો જન્મ દિવસ! આવી સાદાઈ થી જન્મ દિવસની ઉજવણી કરી જુવો તસ્વીરો
ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હંમેશા પોતાની લાઈફ સ્ટાઈલના લીધે ચર્ચામાં રહે છે. તેનું જીવન ખૂબ જ વૈભવશાળી અને સુખદાયી છે અને હાલમાં જ તેમને લાખો રૂપિયાની કિંમતી આલીશાન કાર પણ ખરીદી હતી તેમજ દુબઇ અને અમેરિકામાં પ્રવાસ ગયેલ અને આ તમામ પળો વિશે તે પોતાના ચાહકો ને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ્સ આપતી રહે છે. ત્યારે હાલમાં જ તમને જાણીને નવાઈ લાગશે કે આજ રોજ કીંજલ દવે ના પિતા લલીત દવે નો જન્મ દિવસ હતો.
હવે આ વાત સાંભળતાની સાથે જ તમને વિચાર આવશે કે કિંજલ દવે જો તેમના ભાઈ અને થનાર પતિનો અને પોતાનો જન્મ દિવસ કે એનવર્સી ખૂબ જ શાનદાર રીતે ઉજવી શકતી હોય તો વિચાર કરો કે તેના પપ્પાનો જન્મ દિવસ તે કેટલી શાનદાર અને ભવ્ય રીતે ઉજવી શકે છે! આમ પણ હાલમાં કિંજલ દવેનું જીવન એટલું વૈભવશાળી થઈ ગયું છે કે, તે પોતાના કાર્યક્રમોમાં જવા માટે પણ પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે.
એક સમય એવો હતો જ્યારે તેમનો પરિવાર મધ્યકવર્ગનો હતો પરંતુ આજે ગુજરાતની લોકપ્રિય ગાયિકા બનતા તેમના પરિવારનું જીવન પણ એટલું જ બદલાય ગયું છે કે, આજે ભરપૂર સંપત્તિ અને નામના મેળવી છે. એક તરફ જ્યારે કિંજલ દવે પોતાનો જન્મ દિવસ ખૂબ જ શાનદાર રિતે અને ભવ્ય રીતે ઉજવે છે, ત્યારે આજ રોજ તેમના પિતા એ તેમનો જન્મ દિવસ ખૂબ જ સાદગી રીતે મનાવ્યો છે. લલિત દવે પણ આકાશ અને કિજલની જેમ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે.
આજે પોતાના જન્મ દિવસની તસ્વીરો અપલોડ કરી છે અને આ તસવીરોમાં જોઈ શકો છો કે, લલિતભાઈ એ પોતાના જન્મદિવસની તસ્વીરો મુકતાની સાથે જ તમામ ભાઈઓનો આભાર માન્યો. ખાસ વાત એ કે કિંજલ દવે એ પોતાના પપ્પાને જન્મદિવસ વિશ કરતો ફોટોઝ કે સ્ટોરી પણ નથી મૂકી પણ અન્ય ગુજરાતી કલાકારો એ લલિત દવેને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી છે. ખરેખર લલિલ ભાઈની સાદગી એ સૌ કોઈનું દિલ જીતી લીધું છે