આપઘાત કરતા પહેલાનો કુલદિપસિંહનો અંતિમ મેસેજ સામે આવ્યો ! રડાવી દે તેવા મેસેજ મા જણાવી એવી અંતિમ ઈચ્છા કે…
ગઈ કાલે રાત્રે એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી જેમા અમદાવાદના સોલા મા એક પોલીસ કર્મીએ પત્ની અને ત્રણ વર્ષ ની માસુમ બાળકી સાથે બિલ્ડીંગ ના 12 મા માળે થી કુદી ને સામૂહિક આપઘાત કરી લીધો હતો જેમા ત્રણેય ના કરુણ મોત થયા હતા જ્યારે મરણજનાર પોલીસ કર્મી નુ નામ કુલદિપસિંહ જાણવા મળ્યુ હતુ અને તેનું મુળ વતન ભાવનગર જિલ્લા નુ સિહોર જાણવા મળ્યુ હતુ જ્યારે હાલ કુલદિપસિંહ એ પોતાના સ્વજનો ના કરેલા અંતિમ મેસેજ સામે આવ્યા છે.
કુલદિપસિંહ એ પોતાના મા મોત પહેલા લખેલા મેસેજની ખરાઇ કરવી મુશ્કેલ કેમ કે તેમનો મોબાઇલ ફોન મા પેટર્ન લોક છે અને હવે તેવો દુનીયા મા રહ્યા નથી પરંતુ તેમનો મેસેજ જોઈ ને તેમના મનની વ્યથા સમજી શકાય છે કે તેવો કેટલા માનસીક તણાવ મા હતા. જયારે આખી ઘટના માટે તેવો એ કોઈને દોશી ઠેરવ્યા નથી. ઘરમાં કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી મૂકી હોવાનો તે ઇનકાર તેવો એ મેસજ મા કર્યો છે. કુલદીપસિંહના મિત્રો પાસેથી મળેલો વોટ્સ એપ મેસેજ આત્મહત્યાની પાંચ મિનિટ પહેલા જ કર્યો હતો. જે નીચે મુજબ સહ અક્ષરે મુકવામા આવી છે.
આ વાયરલ થયલા મેસેજ મા અનેક બાબતો છે જેમા ખાસ કરી ને સ્ટાફ સાથેના લોકો , મિત્રો અને સબંધી ઓ સાથે વિતાવેલા યાદગાર દિવસો યાદ કરતા લખાણ લખેલા છે. આ ઉપરાંત પોતાના માતા પિતા અને ભાઈ ભાભી માટે પણ ઘણુબધુ લખ્યુ છે. જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણી અંગેનો પણ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા. આ ઉપરાંત કુલદિપસિંહ એ રાત્રિ ના 11:30 એક સ્ટેટસ પણ મુક્યુ હતુ જેમા લખ્યુ હતુ કે”
જીવાય એટલી જિંદગી બાકી બધો વખત છે. કુલદીપસિંહના અંતિમ પગલાંના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા છે, કુલદીપસિંહનો મૃતદેહ સ્વીકારવા તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. જ્યારે પોલીસ બેડા મા પણ આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દુખ ની લાગણી ફેલાઈ ગઈ હતી.