Gujarat

લઠ્ઠાકાંડ મામલે નિર્લિપ્ત રાયને મળી સફળતાઃ આરોપી સમીર પટેલ સહિતના AMOS કંપનીના તમામ ડાયરેક્ટરના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટના ક્યારેહ વિસરાશે નહિ. આ ઘટના અંગે સંપૂર્ણ તપાસ માટે નિર્લિપ્ત રાય જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે તેમને આખરે સફળતા મળી. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપી સમીર પટેલ સહિતના AMOS કંપનીના તમામ ડાયરેક્ટરના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા છે. ત્યારે ચાલો અમે આપને સંપુર્ણ વિગત જણાવીએ.

આપણે જાણીએ છે કે, બરવાળા-ધંધુકા પંથકમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો હતો. લઠ્ઠાકાંડ મામલે કેમિકલ કંપની એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઈ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી. તમામ તપાસ બાદ આખરે તેમનો ચુકાદો આવ્યો છે.

ત્યારે બોટાદ સેસન્સ કોર્ટમાં આજે આ આગોતરા જામીન નામંજૂર કર્યા છે. આ ઘટનાને લઈને સમીર પટેલ સહિત કુલ 5 લોકોએ બરવાળા તેમજ રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાને અનુસંધાનેબોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોલીસે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોને 2 વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે તે પૈકીનું કોઈ પોલીસ સામે હાજર ન રહેતા લુકઆઉટ નોટિસ પાઠવીને પોલીસે તેમના આવાસ ખાતે તપાસ કરી હતી.

 આ ઘટનાના પગેલે તારીખ 6 ઓગષ્ટ અને 10 ઓગષ્ટના રોજ વકીલોની દલીલ બાદ આજે બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા બંને પોલીસ સ્ટેશનની મળીને તમામ 10 આગોતરા અરજી નામંજૂર કરવામાં આવી છે.કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!