સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહ ની દિકરી ના ભવ્ય લગ્ન ના સુંદર વિડીઓ સામે આવ્યા! જુવો આ ખાસ વિડીઓ
સુરતમાં જાણીતા બિલ્ડરને ત્યાં જામધૂમથી લગ્ન સમારોહ યોજાયો હતો. ઉદ્યોગપતિ લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં સમારોહમાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા સ્પષ્ટ જોવા મળ્યા હતાં. લવજી બાદશાહને ત્યાં મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી હતી.ભવ્ય લગ્ન સમારોહમાં એકત્ર થયેલા આ તમામ લોકોમાં સુરતના મોટા ભાગના તમામ અગ્રણીઓ, નામાકિંત બિલ્ડરો, હીરાના વેપારીઓ, સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, નિવૃત પોલીસ અધિકારીઓ સહિતના લોકો જોવા મળ્યા હતા.
આ જાજરમાન લગ્નમાં રાજવી રિયાસતનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને મહેલોના સ્ટેજ બનાવમાં આવ્યા હતા. આ લગ્નની તમામ પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઊજવામાં આવ્યા હતા. આ લગ્નની તમામ તસ્વીરો તો જોઈ જ હશે પરતું આજે અમે આપના માટે આ લગ્નના વીડિયો લઈને આવ્યા છે. ગોરલના શાહી લગ્ન જોઈને તમે પણ આશ્ચય પામી જશો. તમમાં પ્રસંગોના વીડિયો જોઈને તમારી આંખો અજાઇ જશે.
આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આ વીડિયો તમામ યુટ્યુબ પર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરનાર સ્ટુડિયોની ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં તમે લગ્નના તમામ પ્રસંગો પોતાની નરી આંખે નિહાળી શકશો. આ વીડિયો જોશો ત્યારે ખ્યાલ આવશે કે, 300 કરોડ થી પણ વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા તે એળે નથી ગયા. અત્યાર સુધી ગુજરાતમાં આવા ભવ્ય રીતે કોઇએ લગ્ન નહિ કર્યા હોય.
આ લગ્ન ગોપીન ફાર્મ(Gopin Farm)માં ધામધૂમ પૂર્વક અને રાજાશાહી ઠાઠની જેમ યોજવામાં આવ્યા હતા. સાથે જ દીકરીના લગ્નનું રીસેપ્શન ગોપીન ફાર્મમાં જ યોજવામાં આવ્યું હતું. લવજી ડાલિયાની દીકરી ગોરલ ડાલિયાના લગ્ન મયુર અજમેરા સાથે થયા હતા. ખુબ જ ધામધૂમ પૂર્વક યોજાયેલા આ લગ્ન 22 જાન્યુઆરીના રોજ થયા હતા.આ લગ્નનાં તમામ વીડિયો જોઈનર ખ્યાલ આવી જશે એક આ જાજરમાન લગ્ન કંઈ રીતે યોજાયા હતા.
લવજીભાઈને ડાલિયા અટક તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પરંતુ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો સૌ લોકો માટે આ નામ જાણીતું છે. જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના ખોબા જેવડા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. ગુજરાન ચલાવવા અને કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. સતત ચાર વર્ષ હીરા ઘસ્યા પછી નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો હતો. ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પાછું ડોકિયું કરીને જોયું નથી.
લવજી બાદશાહે બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય જરા પણ ખચકાટ અનુભવી નથી. દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચી રહ્યા છે. આજે પણ લવજી બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે અને સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલા છે.