ભલ ભલી ફાઈવ સ્ટાર હોટલ અને રીસોર્ટ ને ટક્કર આપે તેવુ છે. સુરત ના લવજી બાદશાહ નુ ફાર્મ હાઉસ ગોપીન ફાર્મ! જુવો ખાસ તસવીરો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકો ને ધનવાન થવું છે અને અઢળક નાણાં દ્વારા પોતાની જરૂરિયાત સંતોંસીને સમૃદ્ધ અને સુખાકારી યુકત જીવન જીવવું છે આમ માનવી ની ઈચ્છા ફક્ત પોતાનું સારું કરવામાં અને પોતાની જરૂરિયાત માટે નાણાં કમાવવા માટે જ છે. પરંતુ કહેવાય છે કે દરેક વ્યક્તિ એક સમાન હોતા નથી તેની જેમ ઘણા એવા પણ વ્યક્તિઓ હોઈ છે કે જેઓ પોતાના નાણાં માંથી જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરે છે.
આ જ બાબત સાચી છે, ભગવાન દ્વારા મનુસ્યને આપેલ વિશિષ્ટ જ્ઞાન કે સમૃદ્ધિ નો ઉપયોગ વ્યક્તિએ ફક્ત પોતાના માટે ન કરતા દરેક જરૂરિયાતમંદ લોકો માટે કરવી તે જ સાચી સેવા છે. જીવનમાં ધનવાન થવું એ કોઈ ખોટી બાબત નથી. જોકે ધનવાન બનવા માટે દરેક વ્યક્તિએ ઘણી મહેનત કરવી પડે છે. અને પોતાના મહેનત અને આવડતને લઈને વ્યક્તિ ધનવાન બની શકે છે. આપણે અહીં એક એવાજ સમાજ સેવક વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત અને આવડત થી નાણાં તો કમાવ્યા જ છે સાથો સાથ પોતાની આ સંપત્તિનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે પણ કર્યો છે.
મિત્રો આપણે અહીં ગુજરાતના દાનવીર ભામાશા તરીકે ઓળખાતા લવજી ભાઈ બાદશાહ વિશે વાત કરવાની છે. જોકે મિત્રો જણાવી દઈએ કે લવજી ભાઈ બાદશાહ ની સાચું નામ લવજી ભાઈ ડાલીયા છે. સૌપ્રથમ જો વાત તેમના બાળપણ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં લવજી ભાઈ જે મુકમેં છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. બાળપણમાં તેમનો પરિવાર એટલો સમૃદ્ધ ન હતો.
માટે જ માત્ર 12 વર્ષ ની ઉંમરે તેમણે રોજી માટે સુરત આવવું પડ્યું અહીં તેમણે હીરા ઘસવાનું શરૂ કર્યું અને ઘણી જ મહેનત કરી જે બાદ ચાર વર્ષ બાદ પોતાનું હીરાનું કારખાનું શરુ કર્યું. જે પછી ” અવધ ” ગ્રુપ નામની કન્સ્ટ્રક્સન બિઝનેસ પણ શરૂ કર્યો. લવજી ભાઈએક સારા અને સફળ બિઝનેસ મેન તો છે જ સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે. તેમણે ધંધાકીય પ્રવૃતિઓ સાથે અને સામાજિક પ્રવૃતિઓ પણ શરૂ કરી.
હાલમાં લવજી ભાઈ આરોગ્ય, અને શિક્ષણ ઉપરાંત સમાજસેવા, જળસંચય સહીત અનેક કર્યો સાથે સંકળાયેલા છે. જો કે હાલમાં લવજી ભાઈ નું સુરત પાસે આવેલું ફાર્મ હાઉસ ઘણું ચર્ચામાં છે. જણાવી દઈએ કે આ લગઝરીઝ ફાર્મહાઉસ સ્વર્ગની અનુભીતું કરાવે તેવું છે. જો વાત આ ફાર્મહાઉસ અંગે કરીએ તો તેમાં ગ્રીનરીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. હરિયાળી વચ્ચે આવેલ આ ફાર્મહાઉસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
તેમાં સ્વીમીંગ પુલ થઇ લઈને બેઠક વ્યસવ્થા અને વિવિધ છોડ અને ફૂલો ની હારમાળા ઘણી જ સુંદર જોવા મળે છે. જણાવી દઈએ કે આ ફાર્મહાઉસ અમદાવાદની એક કંપની એ તૈયાર કર્યું છે. કેજે હિરેન પટેલ આર્કીટેક દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીં હરિયાળી ઉપરાંત ઈમ્પોર્ટેડ લાઈટ અને ઝુમ્મર પણ લોકોને ઘણા પસંદ આવે તેવા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા લવજી ભાઈએ પોતાના આ ફાર્મ હાઉસ નો વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર સેર કર્યું હતો જુઓ આ વિડિઓ.