ત્રણ રાજ્યો મા તરખાટ મચાવનાર 70 ગુનાના રીઢા આરોપી ને LCB એ દબોચી લીધો! ગુનાનુ લીસ્ટ જોઈ તમે પણ…
જ્યારથી ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે, ત્યારથી લઈને હાલ સુધી સતત બુટલેગરો સામે બાજ નજર રાખવામાં આવી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્ટેટ મોનીટરીંગ ટીમ પણ કડક વલણ રાખીને એક્શન મોડમાં છે, ત્યારે હાલમાં જ જામનગર એલસીબી પોલીસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં 70 ઉપરાંત ગુનાઓ આચારનાર મહારાષ્ટ્રીયન આરોપીને દબોચી લીધો છે. ખરેખર જામનગર પોલીસની કાર્યવાહી સરહાનીય છે.
આરોપીએ છેલ્લા દોઢ દાયકામાં લૂંટ, ધાડ, હત્યા પ્રયાસ, મારામારી ચોરી, છેડતી સહિતના 70 ઉપરાંત ગુનાઓ આચર્યા છે. ત્યારે બાતમીના આધારે તાત્કાલિક જ રાજસ્થાનના પાલી જિલ્લાના દેવનગર ખાતે ટ્રાન્સપોર્ટ નગરના કુખ્યાત પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ બાદલ ઝુંગી ઉર્ફે બજારની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી અલગ અલગ નામ ધારણ કરી હાલ જામનગરમાં ઢીંચડા રોડ પર યોગેશ્વર ધામ રહેતો હતો. આ કારણે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ ના ઘનશ્યામભાઈ દડેરવાળીયા, સુરેશભાઈ લાલકિયા, સુરેશ ચૌહાણ તથા વનરાજભાઈ મકવાણાએ પીએસઆઇ આર બી ગોજિયા સહિતના સ્ટાફે યોગેશ્વર ધામ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી પંડિતસિંહને દબોચી લીધો હતો.
અશોક સામે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબ વર્ષ 2010માં ગુનો નોંધાયો છે આ ગુનામાં આરોપી 14 વર્ષથી ફરાર હતો. જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસ દફતરના જુદા જુદા વિસ્તારમાંથી આચરેલી છ ચોરીઓનો પણ સમાવેશ થાય છે.પોલીસે આ શખ્સને હસ્તગત કરી મહારાષ્ટ્ર રાજ્યના ભાગ્યનગર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ જિલ્લાના ભાગ્યનગર પોલીસ સ્ટેશન હેઠળના 2010ની સાલના એક ગુનામાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળના ગુના નો આરોપી પંડિતસિંહ ઉર્ફે રાખ઼લ સિંહ ધરમસિંહ બાદલ ઉ.50વર્ષ કે જે જુના રેલવે સ્ટેશન શિવાજી પાર્ક મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો વતની છે, અને જામનગર પંથકમાં આવ્યો હતો પણ આખરે એલસીબીની સમયસરની કામગીરીથી આરોપી જેલના સડીયા પાછળ પહોંચ્યો હતો.