Gujarat

સુરત જતો દારૂને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પકડી ઝડપી લીધો, ટ્રકમાંથી આટલા લાખનો મુદ્રામાલ ઝડપાયો…

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની હેરાફેરી અને કુખ્યાત બુટલેગરો પકડતા હોય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, વિરમગામ-માલવણ હાઇવે રોડ ઉપરથી બંધ બોડીના આઇસર ગાડીમાં દારૂનો મોટો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરે ઝડપી લીધો છે. તમને આ બનાવ અંગે જણાવીએ કે કઇ રીતે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો.

પોલીસ અધિક્ષક હરેશ દુધાતએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી તેમજ અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે તથા વિરમગામ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર ખાસ પેટ્રોલીંગ રાખી તેમજ જીલ્લાની હદ વિસ્તારની ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરી પરીણામલક્ષી કામગીરી કરવા એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરેને સુચના આપેલ હતી.જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, ગે-કા વીદેશી દારૂની હેરાફેરી, કટીંગ, વેચાણની પ્રવૃતી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્રારા બજાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હતી.

તૈયારી સાથે મોટી મજેઠી ચેકપોસ્ટ ખાતે બે પંચોના માણસોને બોલાવી વોચમાં હતા તે દરમ્યાન વિરમગામ હાઇવે તરફથી ઉપરોકત બાતમી વાળુ આઇસર નીકળતા જેને રોકી આ આઇસરમાં કાચની વસ્તુની આડમાં ચોર ખાના છુપાયેલો હતો. તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-9274 તથા બીયર ટીન નંગ-1416 કુલ રૂા.22,54,300/- તથા આઇસર ગાડી કી.રૂા.10,00,000/- તથા કવરીંગ માટે વપરાયેલ કાચની ચિજવસ્તુ કી.રૂા.15,000/ તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂા.5,000/- મળી કુલ કી.રૂા.32,74,300/- નો મુદામાલ સાથે રાજસ્થાનનાં એક શખ્સને ઝડપી લેવાયો છે.

રેઇડ દરમ્યાન આઇસર ગાડીનો ચાલક થાનારામ મગારામ જાટ ચૌધરી ઉવ.23 ધંધો ડ્રાઇવીંગ રહે કુડાલા, નેહરો કી ઘાની તા.સીંધરી જી.બાડમેર રાજય રાજસ્થાનવાળાને ઝડપી લીધો હતો.આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. વી.આર.જાડેજા પો.હેડ કોન્સ. હિતેશભાઇ જેસીંગભાઇ, દિલીપભાઇ, ભુપતભાઇ, જયેન્દ્રસિંહ જેઠીભા તથા પો.કોન્સ. સંજયભાઇ પ્રવિણભાઇ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!