પટેલ NRI દંપતીને બંધક બનાવી 41 તોલા સોના ની લુટ નો ભેદ LCB ની ટીમે ઉકેલયો??? લુટ મા સુત્રધાર
હાલમાં જ રાજકોટમાં 13 વર્ષના યુવાનને બંધક બનાવીને ઘરમાં જ કામ કરતા નેપાળી યુગલે લૂંટ કરી હતી. આ ઘટના બાદ વડોદરામાં પણ ભાજપના કોર્પોરેટર મહિલાના ભાઈને ત્યાં બંને પતિ પત્નીને બંધક બનાવીને 41 તોલા સોનું, 200 ગ્રામ ચાંદી અને રૂપિયા 40 હજાર રોકડા મળી કુલ રૂપિયા 16.40 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા.આ લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે.ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ લૂંટ કરનાર કોણ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વોર્ડ નંબર-17માં રહેતા ભાજપના મહિલા કાઉન્સિલર સંગીતાબહેન પટેલના ભાઈ દિપકભાઈ જસંગભાઇ પટેલ અને તેમના પત્ની દિવ્યાબહેન પટેલ વાસણા રોડ ઉપર આવેલી એ-1, મુદ્રા સોસાયટીમાં રહેતા હતા. તા.7 ઓક્ટોબરના રોજ પટેલ દંપતીના ઘરે બ્લેક કલરનો માસ્ક અને બ્લેક કલરના કપડાં પહેરેલાં ત્રણ લૂંટારું ઘરમાં ધસી આવ્યા હતા અને પટેલ દંપતી કંઈ વિચારે તે પહેલાં રિવોલ્વરની અણીએ બંધક બનાવી માર મારીને લૂંટ કરવામાં આવી હતી.
આ બનાવની ફરિયાદ દિપકભાઇ પટેલે ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી જેથી હાલમાંજ આ લૂંટનો ભેદ ઉકેલાતા ચોંકાવનાર માહિતી સામે આવી છે. આ લૂંટ કરનાર બીજું કોઈ નહિ પણ કોર્પોરેટર સંગીતા પટેલનો સોતેલો પુત્ર બિંકેશ ઉર્ફે બીટ્ટુ અને જમાઈ યોગેશ ઉર્ફે રાજુ સિંહાનો હાથ હતો.
તપાસ દરમ્યાન પોલીસે એક પછી એક આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે રાજકીય પીઠબળ ધરાવતા 2 સહિત કુલ 5 હજી વોન્ટેડ છે.
પોલીસે આ ગુનામાં લૂંટના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત 6 લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે 5ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે લૂંટારુ ટોળકી પાસેથી 5 મોબાઇલ ફોન અને ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલી બે મોટર સાઇકલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી બિટ્ટુ બાબાભાઇ પટેલને જાણ થઈ હતી કે દિપકભાઈ પાસે જમીન વેચાણનાં પૈસા આવવાના છે પણ તે દિવસે તેઓ પાસે રકમ આવી ન હતી. જેથી મિત્ર ઉપેન્દ્રસિંહ ગોહિલ અને યોગેશ ઉર્ફ રાજુ સિન્હાએ સોનાની લૂંટ કરી હતી.આરોપીને એમ હતું કે, જમીનના વેચનના પૈસામાંથી એકના ભાગે 10-10 લાખ રૂપિયા આવશે.હાલમાં આરોપી અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.