બે વર્ષની બાળકી રમતા રમતા LED બ્લડ ગડી ગઈ અને પછી જે બન્યું એ દરેક માતા પિતા માટે જાણવા જેવી વાત!
નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવાર નવાર આપણે એવી ઘટનાઓ સાભળતા હોઈ છીએ, જેમાં બાળકો રમત રમતમાં અજાણતા જ નાં ખાવાની વસ્તીઓ મોંઢામાં નાંખી દેતા હોય છે અને પછી જે ઘટનાઓ બને છે, તે ખૂબ જ ગંભીર અને ચોંકાવી દેનાર હોય છે. ત્યારે ચાલો અમે આપને એક આવી જ ઘટના વિશે જણાવીએ. હાલમાં જ એક એવી ઘટના બની જેમાં એક બાળકી એ રમત રમતમાં 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, પછી જે થયું એ દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરની 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ હતી અને ત્યાર બાદ આ વાતની જાણ થતાં જ તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલના દાખલ કરવામાં આવી જ્યાં તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો હતો. શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો હતો
બે વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સિટી સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું નિદાન થયું હતું પણ સમયસર યોગ્ય સારવાર દ્વારા બાળકીનો જીવ બચી ગયો. ખરેખર આવી ઘટનાઓ દરેક માતા પિતાઓ માટે ચેતવણી રૂપ સમાન છે. ભાગ્યે જ આવા કિસ્સામાં બચાવ થતો હોય છે.
આ જે દિવસે ઘટના બીજી એક ઘટના બની હતી મહેસાણાનો બે વર્ષની દિકરીને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવતા ખબર પડી કે સિંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરીને. બાળકી નો જીવ બચાવ્યો હતો. ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવેલ કે માતા પિતાઓ એ ધ્યાન રાખવી જોઈએ કે બાળકો આવી વસ્તુઓ થી ન રમવા જોઈએ કે હાથમાં આપવી જોઇએ જે હાનિકારક સાબિત થઈ શકે.