India

દીપડો માતાના ખોળામાંથી બાળકી લઇ ભાગ્યો, પિતા લોકોએ પીછો કરતા ૧૫ ફૂટ…

આપણને સૌને જંગલી પ્રાણીઓ નો ડર હોઈ છે, ગમે તેવો બહાદુર માણસ હોઈ પરંતુ જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ,વાઘ,દીપડો,ચિતા જેવા પ્રાણીઓ થી તો ડર લાગે છે, અને જંગલી વિસ્તારમાં રહેતા લોકોને તો આનો ખુબજ ભય હોઈ છે, ખાસ કરીને તે લોકોના નાના બાળકોને તેમને ખુબજ સાચવી ને રાખવા પડે છે, કારણ કયારે એ જંગલી પ્રાણીઓ ગમે ત્યાં ઘુસી જાય છે, અને ન થવાની ઘટના થઇ જાય છે, તેવીજ એક ઘટનાની વાત કરીએ તો ઉના તાલુકામાં હાલ દીપડા નો ફડફડાટ ખુબજ વધી ગયો છે, વાત કરીએ તો છેલ્લા બે દિવસની અંદર આ દીપડાના હુમલા ની બે ઘટનાઓ બહાર આવી છે.

આ ઘટનાની વાત કરીએ તો એક માતા કે જે પોતાની બાળકી ને ખોળામાં લઈને બેસી હતી, ત્યાં અચાનક એક દીપડાએ તે માતાના ખોળામાં થી હુમલો કરી તે નાની બાળકી ને લઇ ને ભાગી ગયો હતો, ઘટનાને પગલે માતાએ ખુબજ રાડા રાડ કરતા તેમના પતિ અને આજુબાજુના અન્ય લોકો ભેગા થઇ ગયા, અને તે લોકોએ એ દીપડા નો પીછો કર્યો, અને એ દીપડો એ બાળકી ને ઘટના સ્થળે થી ૧૫ ફૂટ દુર છોડી ને ભાગી ગયો હતો, અને એ  બાળકી મળી આવી હતી.

ઘટનાની મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ઉના તાલુકાના ભડીયાદરા ગમે સીમ  વિસ્તારમાં વાડીમાં રહેણાંક મકાન ધરાવતા દેવશીભાઈ મકવાણા ની પત્ની પોતાની ૪ વર્ષની દીકરી પ્રિયલબેન ને પોતાના ખોળામાં સાંજના સમયે લઈને બેઠા હતા, અને રમાડતા હતા, તે દરમિયાન ત્યાં નજીક જાડ પાછળ સંતાઈ ને બેઠેલો દીપડો તેમના મકાનમાં ચડી આવ્યો અને તે બેસેલી માતા પર હુમલો કર્યો, અને તે માતાના ખોળામાં બેસેલી ૪ વર્ષની દીકરી ને ખોળામાંથી ઉપાડી ગયો હતો, ઘટનાની જાણ થતા દીકરીના પિતા અને અન્ય આજુબાજુના મજુર લોકો એકઠા થયા, અને એ દીપડા પાછળ દોડ્યા.

એ દીપડા એ એ બાળકી ને ૧૫ ફૂટ દુર ઢસડી હતી, અને પછી તેને છોડી ને નાસી છુટ્યો હતો, એ બાળકીને ઢસડતા તેને ખુબજ ગંભીર ઈજાઓ થઇ હતી, તેથી તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, અને તેની માતા પર પણ હુમલા સમયે તેમને પણ માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી, અને તેમને પણ સારવાર માં લઇ જવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે, ઘટના સબબ બંને માતા-દીકરી નો જીવ બચી ગયો હતો, પરંતુ આ ઘટના દિન-પ્રીતીદીન વધી જતા ત્યાના લોકો ખુબજ ચિંતા માં છે.

આવી અવારનવાર ઘટના બનતા આ તાલુકામાં કામ કરતા ખેડૂતો અને મજુરોવર્ગના લોકોમાં ભયનો માહોલ ખુબજ વધી ગયો છે. અને દીપડો માનવભક્ષી બનતા તાત્કાલિક પકડી દુરના જંગલો સુધી ખસેડવા માટે લોકોની માંગ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!